સર્વ સમાજના લોકો મેડિકલ સાધનો સેવાનો લાભ લઇ શકશે
રાજકોટ ના ક્ષત્રીય રાજપૂત સમાજ અગ્રણી સમાજ શ્રેષ્ઠી દાતા સ્વ. બેચરભા પાંચાભા પરમારની પ્રથમ વાર્ષિક પુણયતિથિ નીમીતે એમના વતન બાંધી ગામ ખાતે એમના પરિવાર દ્વારા મેડીકલ સાધન સહાય કેન્દ્ર ખુલ્લુ મુકી લોકાર્પણ કરાયું હતું.
સ્વ. બેચરભા પાંચાભા પરમાર, સ્વ. વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેડીકલ સાધન સહાય કેન્દ્ર દ્વારા સર્વ ધર્મ તથા સર્વ સમાજના લોકો મેડીકલ સાધનો સેવાનો તથા ઉપયોગ કરવાનો લાભ મળશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નવઘણસિંહ પરમાર, સામતભા ડોડીયા, અરવિંદસિંહ પરમાર, ભાવસિંહ ડોડીયા, રાજપૂત સમાજ પ્રમુખ બાધી અજીતસિંહ પરમાર, ભુવા ખીમજીભા રાઠોડ, પ્રવિણસિંહ હેરમા, રમેશસિંહ હેરમા, વિક્રમસિંહ રાઠોડ, માંડણભા નકુમ, દિવ્યેશસિંહ પરમાર, બાબભા પરમાર, હરદેવસિંહ રાઠોડ, ચંદુભા પરમાર, અજીતસિંહ પરમાર, હરિશસિંહ પરમાર, જયદીપસિંહ ડોડીયા, કાનાજી ચૌહાણ, સુરુભા ડોડીયા, ભુપતસિંહ જાદવ તથા બાધી ગામના ગ્રામજનો તથા રાજપુત સમાજના યુવાનો તથા આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.