ભારતમાં તબીબી શિક્ષણનો ખર્ચ 10 વર્ષમાં બમણો થયો !!!

વિદ્યાર્થીઓમાં તબીબી શિક્ષણ મેળવવા માટેની ઘેલછા દિન પ્રતિદિન આવવાથી રહી છે કારણ કે આ ક્ષેત્રમાં હવે આવનારો વર્ગ ખૂબ જ વધી ગયો છે એટલું જ નહીં હવે મેડિકલ શિક્ષણ ખૂબ જ મોંઘુ દાટ બન્યું છે. જે દસ વર્ષ પૂર્વે મેડિકલમાં અભ્યાસ અર્થે તે ખર્ચ થતો હતો તેમાં બમણો વધારો નોંધાયો છે. આંકડાકીય માહિતી મુજબ ડોક્ટર અને નર્સને ઉભા કરવા માટે જે ખર્ચ થતો હતો તે ખર્ચની રકમ વર્ષ 2008 થીવર્ષ 2018 સુધીમાં ખૂબ નીચે આવી હતી. ચાઇના અને ભારતની વાત કરવામાં આવે તો આ અભ્યાસ અંગેનો ખર્ચ ડબલ જેટલો વધ્યો હતો ભારતમાં મેડિકલ અભ્યાસ માટેનો ખર્ચ 56 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે ચાઇનામાં 83 લાખ સુધી જોવા મળ્યો છે.

માત્ર તબીબોમાં જ નહીં પરંતુ નર્સના અભ્યાસક્રમમાં પણ અનેક ગણું વધારો સમગ્ર વિશ્વમાં જોવા મળ્યો છે પરંતુ ચાઇનાની સરખામણીમાં ભારતમાં જે દર છે તે ડબલ થયો છે. ડોક્ટર માટે ના અભ્યાસક્રમ નો ખર્ચ 47% જ્યારે નર્સના અભ્યાસક્રમ નો ખર્ચ 25% જેટલો વધુ નોંધાયો છે. વૈશ્વિક પરિપેક્ષ ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સરકારે આશરે 110 બિલિયન ડોલર રૂપિયા આ ક્ષેત્રમાં નાખ્યા છે જેમાંથી ડોક્ટરો પાછળ 60.9 બિલિયન ડોલર અને નર્સ પાછળ 48.8 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે જે ખર્ચથી તેઓને અભ્યાસ કરાવવામાં આવે. કોરોનાના કપડા સમય બાદ જે આંકડો વધી રહ્યો છે.

તે હજુ ક્યાં સુધી વધશે તેનો કોઈ અંદાજ નથી ત્યારે પ્રતિ ડોક્ટર વર્ષ 2018માં જે ખર્ચ લાગતો હતો તે એક લાખ 14 હજાર ડોલર હતો જ્યારે નર્સ પાછળ 32 હજાર ડોલર લાગતો હતો. મેડિકલ કોલેજ આ અંગે અનેક વખત ક્લેમ પણ કરી દીધો છે કે તેઓને મેડિકલ ગ્રેજ્યુએટ પાછળ સૌથી વધુ ખર્ચ થતો હોય છે. પરંતુ જોવા જેવી સ્થિતિ એ છે કે યુરોપમાં આજે દર છે તે ઘણાખરા અંશે ઘટયો છે. તબીબો અને નર્સોના અભ્યાસ માટે જે શાળાઓ ઊભી થઈ છે તેમાંથી 56% મેડિકલ સ્કુલો પબ્લિક હતી અને 29% શાળાઓ ખાનગી હોવાનું ખુલ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયમાં પબ્લિક સ્કૂલોની સરખામણીમાં પ્રાઇવેટ સ્કુલોની સંખ્યામાં અધધ વધારો પણ નોંધાયો છે. વિકસિત દેશોમાં મેડિકલ નાટકોની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.