મેડિકલ ક્ષેત્રે ‘ઈનપ્રેકટીસ’ કરનાર તબીબોને પોસ્ટ ગ્રેજયુએશન મેડિકલ કોર્સમાં અનામત આપવામાં નહીં આવે
સુપ્રીમ કોર્ટની બેંચે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું છે કે, જે તબીબો ઈનસર્વિસ કરી રહ્યા હોય મેડિકલ ક્ષેત્રે તેમના માટે મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમમાં બેઠક અનામત રાખવાનો કોઈ અધિકાર નથી. હાલના સમયમાં પોસ્ટ ગ્રેજયુએશનના અભ્યાસક્રમમાં જે ડોકટરો ઈનપ્રેકટીસ કરી રહ્યા હોય તેમના માટે સીટો અનામત રાખવામાં આવતી હતી પરંતુ હવે મેડિકલ કાઉન્સીલ દ્વારા કોઈ પ્રકારની સેવા નહીં કરી શકાય. બીજી તરફ સુપ્રીમ કોર્ટના જજો દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેનાથી હવે મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજયુએશનનો અભ્યાસક્રમ માટે લાયકાત પ્રમાણે સીટ એનાયત કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સૌપ્રથમ મેડિકલ ક્ષેત્રે ઈન સર્વિસ કરી રહેલા તબીબોને પાંચ વર્ષ સુધી ગ્રામ્ય, પર્વતીય વિસ્તાર અને પછાત વિસ્તારમાં સેવા આપવી પડશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની વાત કરવામાં આવે તો જસ્ટીસ અરૂણ મિશ્રા, જસ્ટીસ ઈન્દિરા બેનર્જી, જસ્ટીસ વિનીત શરણ, જસ્ટીસ એમ.આર.શાહ અને જસ્ટીસ અનુરાધા બોસે તેમનો ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે, મેડિકલ કાઉન્સીલને સીટ અનામત રાખવા માટે કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી.