મેડિકલ કાઉન્સીલની જગ્યાએ મેડિકલ કમિશન બનાવવા કેબિનેટની મંજૂરી
દેશભરમાં નવી મેડીકલ કોલેજોને મંજૂરી આપવાથી માંડીને ડોકટરોને પ્રેકટીસ કરવા માટે લેવા પડતા લાયસન્સ સહિતની વિવિધ મહત્વપૂર્ણ કામગીરી મેડીકલ કાઉન્સીલ હસ્તક હતી. ભૂતકાળમાં મેડીકલ કાઉન્સીલના ચેરમેન ડો. કેતન દેસાઈ જેવા ભ્રષ્ટ પદાધિકારીઓએ એમસીઆઈને ગેરરીતિ આચરવાનું માધ્યમ બનાવી દીધું હતુ જેથી તબીબીક્ષેત્રે આમુલ પરિવર્તન લાવવા ઈન્ડીયન મેડીકલ કાઉન્સીલને વિખેરી નાખવાનો કેન્દ્રીય કેબિનેટ નિર્ણય કર્યો છે. એમસીઆઈની જગ્યાએ નેશનલ મેડીકલ કમિશન બનાવવા માટે ખરડાને પણ કેબીનેટે મંજૂરી આપી છે. કેબિનેટે લાંબા સમયથી રાહ જોઈ રહેલા નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) બિલ, ૨૦૧૯ મંજૂર કર્યું છે જેનો હેતુ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ)ને સ્થાને નેશનલ મેડિકલ કમિશનની સ્થાપના કરવાનો છે અને તબીબી શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપક સુધારણા હાથ ધરવાનો છે. ભારતમાં તબીબી શિક્ષણના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આ ખરડામાં ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ ૧૯૫૬ને રદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં સામાન્ય અંતિમ વર્ષ એમબીબીએસ પરીક્ષા, નેશનલ એક્ઝિટ ટેક્સ્ટ જેવા સુધારાને રજુ કરાયા છે જેમાં સ્નાતકના પ્રવેશ માટે લાઇસન્સિએટ પરીક્ષા તરીકે તબીબી અભ્યાસક્રમો અને વિદેશી તબીબી ગ્રેજ્યુએટ માટે સ્ક્રિનિંગ પરીક્ષણ તરીકે લેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલમાં નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ (નીટ) દેશની તમામ મેડિકલ કોલેજ તા રાષ્ટ્રીય મહત્વના સંસ્થાઓ (આઈએનઆઇ) જેવા કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઆઈએમએસ) માટે પણ લાગુ પડશે. પ્રસ્તાવિત કમિશન ખાનગી મેડિકલ કોલેજો અને ડીમડ યુનિવર્સિટીઓમાં ૫૦% બેઠકો માટે ફી અને અન્ય તમામ ચાર્જનું પણ નિયમન કરશે.
સ્વાયત્ત કમિશન દ્વારા એક પારદર્શક પ્રવેશ પ્રક્રિયાને સુનિશ્ચિત કરાશે અને પ્રવેશ ફી ઘટાડશે, કારણ કે ખાનગી કોલેજમાં ફી નિયમન વિશે લાંબા સમયથી વાતો ઈ રહી છે એમ સરકારે જણાવ્યું હતું. એનએમસી નીચે ચાર સ્વાયત્ત બોર્ડ રહેશે જેમ કે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ, મેડિકલ એસેસમેન્ટ અને રેટિંગ બોર્ડ અને એથિક્સ અને મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડ. સરકારી નિવેદન અનુસાર “એનએમસી અને સંબંધિત બોર્ડ ગતિશીલ અને આધુનિક શૈક્ષણિક વાતાવરણને સુનિશ્ચિત કરશે, ભૌતિક આંતરમાળખા પર ભાર મૂકશે, વૈશ્વિક ધોરણોના ધોરણોને પ્રાપ્ત કરશે અને અસરકારક ફરિયાદ નિવારણ મિકેનિઝમ પ્રાપ્ત કરશે. ભારતીય મેડિકલ એસોસિયેશન (આઇએમએ) અને અન્ય વિભાગો તરફથી પ્રતિકાર વચ્ચે કેન્દ્ર એનએમસી બિલને લાવી રહ્યું છે. જોકે, વિવિધ મુદ્દા પર આ ખરડો સામનો કરી રહ્યો છે અને સર્વોચ્ચ તબીબી સંસ્થા-આઇએમએએ દાવો કર્યો છે કે એમસીઆઇને અન્ય સંસ્થા સાથે બદલી કરવાી ભ્રષ્ટાચારના નવા સ્વરૂપો ઉભા થઈ શકશે.