આગામી શૈક્ષણિક સત્ર એટલે કે 2024-25થી તમામ મેડિકલ કોલેજોને તબીબી શિક્ષણની ગુણવત્તાના આધારે રેટ કરવામાં આવશે.  આ સંબંધમાં નેશનલ મેડિકલ કમિશનના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડના સભ્ય ડૉ. યોગેન્દ્ર મલિકે મંગળવારે માહિતી આપી.  તેમણે કહ્યું કે હાલમાં માત્ર સરકારી મેડિકલ કોલેજો નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં ભાગ લે છે.

શૈક્ષણિક સત્ર વર્ષ 2024-25થી અમલી બનાવાશે

નેશનલ મેડિકલ કમિશને જુલાઈમાં મેડિકલ સંસ્થાઓના રેટિંગનું મૂલ્યાંકન કરવા માટે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.નેશનલ મેડિકલ કમિશનના એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડના સભ્ય ડૉ. યોગેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે મેડિકલ કોલેજોનું મૂલ્યાંકન અને બહુવિધ પરિમાણોના આધારે રેન્કિંગ કરવામાં આવશે.  આ પહેલ જવાબદારી અને ઉચ્ચ ધોરણો લાવશે અને વિદ્યાર્થીઓને યોગ્ય મેડિકલ કોલેજ પસંદ કરવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે નેશનલ મેડિકલ કમિશનનું મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ નવી મેડિકલ કોલેજો માટે પરવાનગી આપે છે.  આ ઉપરાંત, આ બોર્ડ એમબીબીએસ/પીજી/સુપર-સ્પેશિયાલિટી સીટો અને હાલની મેડિકલ કોલેજોની પરવાનગી વગેરે માટે જવાબદાર છે. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે, મેડિકલ કોલેજના ‘ સ્વાસ્થ્ય ‘ ને હવે માર્ક અપાશે અને આ નિર્ણય શૈક્ષણિક સત્ર વર્ષ 2024-25થી અમલી બનાવાશે .

એન્જિનિયરિંગ જેમ મેડિકલ કોલેજના હાટડાઓ ખુલતા સીટો ખાલી પડી !!!

કાઉન્સેલિંગના ચાર રાઉન્ડ બાદ પણ મેડિકલ કોલેજોમાં 1000થી વધુ એમબીબીએસ બેઠકો ખાલી પડી છે.  તમને જણાવી દઈએ કે નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસમાં એડમિશન માટે 30 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી.  હવે નેશનલ મેડિકલ કમિશન જે બેઠકો ભરાઈ નથી તેના માટે સ્પેશિયલ સ્ટ્રે રાઉન્ડ કરવાની જાહેરાત કરી છે.  મંગળવારે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કોલેજો, કેન્દ્રીય સંસ્થાઓ અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં અખિલ ભારતીય ક્વોટાની બેઠકો માટે કાઉન્સિલિંગ 31 ઓક્ટોબરથી થશે, જેનું પરિણામ 7 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે રીતે

એન્જિનિયરિંગ જેમ મેડિકલ કોલેજના હાટડાઓ ખુલતા સીટો ખાલી પડી. નેશનલ મેડિકલ કમિશને જણાવ્યું હતું કે, સરકારી કોલેજોમાં માત્ર 60 સીટ જ ખાલી પડેલી છે જ્યારે મહત્તમ સીટ ખાનગી કોલેજોમાં ખાલી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.