ઓર્થોપેડીક, ગાયનેકોલોજીસ્ટ અને સર્જરીના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ પ્રેકટીસ કરશે
રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે મેડીકલ કોલેજના વિઘાર્થીઓ માટે અને ગાયનેકોલોજીસ્ટ, ઓર્થોપેડીક અને સર્જરીના તબીબો તથા સર્જન માટે જહોન્સન એન્ડ જહોન્સન ઇન્સ્ટીટયુટ દ્વારા એક મેડીકલ બસ ત્રણ દિવસ માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે આવી છે.
જેમાં વિઘાર્થીઓને થિયરીકલ સાથે પ્રેકટીકલ જ્ઞાન આપી તેમને પ્રેકટીકલ પણ કરવામાં આવશે જેમાં હેન્ડસ ઓન, એન્ડોસ્કોપી અને વાસ્કયુલર પ્રોસીઝર જેવા સાત મોડયુલમાં તાલીમ આપવામાં આવશે.
અબતક સાથેની વાતચીતમાં પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવ જણાવ્યું હતું કે મેડીકલ કોલેજના વિઘાર્થીઓના હિત માટે આગામી ત્રણ દિવસ માટે જહોન્સન એન્ડ જહોન્સર ઇન્સ્ટીટયુટ દ્વારા સર્જરી ની પ્રેકટસની માટે બસનું આગમન થયું છે. જેમાં સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ અને ઓર્થોપેડીક વિભાગ જેવા તબીબો અને વિઘાર્થીઓ માટે હાન્સઓન તાલીમ જેવા સાત જેટાલા મોડયુલની તાલીમ આ બસમાં આપવામાં આવશે.
આ તાલીમમાં વિઘાર્થીઓને જે શરીરમાં જે સારવાર કરવામાં આવે છે તેનું પ્રેકટીકલ જ્ઞાન સાથે તાલીમ આપવામાં આવશે. આ બસમાં વિઘાર્થીઓ, રેસીડેન્ડ તબીબો અને સર્જનોને જુદા જુદા સાત મોડયુલમાં તાલીમ શીખવામાં આવશે.
ગુજરાતના જુદા જુદા શહેરો બાદ મુંબઇ ખાતે જહોન્સન એન્ડ જહોન્સન ઇન્સ્ટીટયુટ દ્વારા રાજકોટના મેડીકલ કોલેજના વિઘાર્થીઓ માટે મુલાકાત અર્થે આવી છે.
મેડીકલ કોલેજના વિઘાર્થીઓને જુદી જુદી તાલીમોમાં એન્ડોસ્કોપની તાલીમ વાસ્કયુલર પ્રોસીઝર વિશે માહીતગાર કરી શરીરમાં લેવાતા સાંધા અને શરીરના કયા ભાગમાં કેવી રીતે કટ કરવી તેના વિશે પુરતી માહીતી સાથે પ્રેકટીકલ પ્રેકટીસ સાથે ત્રણ ત્રણ કલાકનાં સેસનમાં તાલીમ આપવામાં આવશે. પ્રેકટીકલ પ્રેકટીસ અને તાલીમ દ્વારા વિઘાર્થીઓને ભવિષ્યમાં ખુબ ફાયદો અને સચોટ માહીતી સાથે ઉપયોગી નીવડે તેવી આશા છે.