કોરોનાની મહામારી વચ્ચેે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવાનો સિલસીલો યથાવત રાખતો આરોગ્ય વિભાગ

જૂનાગઢ કોરોનાં વાયરસનાં સંક્રમણનો ખતરો હોવા સાથે કોરોના ફ્રન્ટ લાઈન વોરિયર્સ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં સતત ફરજ બજાવી પોતાનું યોગદાન આપી રહેલ જિલ્લા જેલનાં તમામ કર્મચારીઓનું જેલ ખાતે મેડિકલ ઓફિસર ડો. જય દ્વારા સ્ક્રીનીંગ સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.  તો સામા પક્ષે મેડિકલ ઓફીસરની કોરોનાં વાયરસ સંદર્ભે સતત ફરજ પરસ્તીને બિરદાવવા ડો. જય સાથે આરોગ્ય કર્મચારીઓનું જૂનાગઢ જિલ્લા જેલનાં અધિક્ષક એસ.એલ.ઘુસા તથા સમગ્ર જેલ સ્ટાફ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.