મેયર બીનાબેન તથા ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજની ઉપસ્થિતિમાં પંચામૃત કાર્યક્રમ
૧૩૧ નિ:સહાય માજીઓને રાશન કીટ અપાશે: સર્જન ટ્રસ્ટના પ્રતિનિધિઓ ‘અબતક’ની મુલાકાતે
સેવાની ભાવના સાથે સર્જન ફાઉન્ડેશન, સેન્ટ ગાર્ગી સ્કુલ અને ગુજરાત પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રવિવારના રોજ સવારે ૯ કલાકે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં વૃધ્ધ વિધવા, નિ:સહાય ગરીબીમાં જીવતા માજીઓની ભૂખ સંતોષવા અનાજની કીટ વિતરણ હોમીયોપેથીક આયુર્વેદિક કેમ્પ અનેક દાતાઓનાં સહયોગથી અનેરૂ આયોજન સેન્ટ ગાર્ગી સ્કૂલ ખાતે કરવામાં આવેલ છે.
આ પંચામૃત કાર્યક્રમમાં ૧૩૪ વિધવા વૃધ્ધ જરૂરીયાતમંદ નિસંતાન, નિસહાય, ગરીબીમાં જીવતા માજીઓની ભુખ સંતોષવા માટે મા અન્નપૂર્ણા અનાજની કીટ જેમાં ૨૫થી પણ વધુ જીવન જરૂરીયાની વસ્તુઓ તથા આ વૃધ્ધમાજીઓ માટે આયુર્વેદિક તથા હોમીયોપેથી નિદાન કેમ્પ તથા સાથે દવાઓ ફ્રી આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં સેવારત ડોકયર પેનલ આયુર્વેદિક વૈધશ્રી સ્નેહલ પટેલ તથા વૈધશ્રી અવની પટેલ તેમજ હોમીયોપેથીક ડો. સમીર કામાણી અને ડો.દિપક પંડયા પોતાની સેવાઓ આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સર્જન ફાઉન્ડેશન એડવાઈઝરી, કમીટીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને કાળુમામાના માર્ગદર્શન હેઠળ પ્રમુખ સુરેશભાઈ પરમાર, મહિલા પાંખના પ્રમુખ રમાબેન હૈરભા, રેશ્માબેન સોલંકી, તથા ગુજરાત પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઈ ટોલીયા, હરીશ કારીયા, મહેન્દ્રસિંહ તલાટીયા તેમજ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદેદારો સર્વે ઉપપ્રમુખ ગુણવંતભાઈ ભટ્ટ પ્રભાબેન વસોયા સહિત ટ્રસ્ટના સભ્યો અથાગ જહેમત ઉઠાવી રહેલ છે.
આ પંચામૃત કાર્યક્રમ રવિવારે સવારે ૯ કલાકે સેન્ટ ગાર્ગી સ્કુલ ૨ સુભાષનગર રૈયારોડ થઈ ફાટક, પાસે યોજવામાં આવેલ છે. જેમાં કાર્યક્રમની શોભારૂપ આર્શીવાદઆપવા માટે પંચ દશનામ જૂના અખાડા ગીરનાર પીઠાધીશ્ર્વરના જયશ્રી કાનંદગીરીજી મહારાજ જૂનાગઢ તેમજ પંચ દશનામ જૂના અખાડાના મહામંડલેશ્ર્વર સરોજીનીગીરી જી મહારાજ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, મહામંત્રી દશનામ સંન્યાસીની માઈવાડા હરીદ્વાર, રાજકોટ મહાનગરપાલીકાના મેયર બીનાબેન આચાર્ય તેમજ નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભાજપ અગ્રણી જીતુભાઈ ભટ્ટ, મેનેજીંગ ડિરેકટર રાષ્ટ્રીય શાળા રાજકોટ નરેન્દ્રસિંહ જાડેજા, અકીલા (મેનેજીંગ ડિરેકટર જીવનકોમર્શિયલ બેંક), અરવિંદભાઈ દોમડીયા (કૃષણાલ ક્નટ્રકશન અમદાવાદ), બિસુભાઈ વાળા (સમાજ અગ્રણી), અતુલભાઈ પંડિત (ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં;. ૨ પ્રમુખ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ કેમ્પની વિગતો આપવા સુરેશભાઈ પરમાર, ગુણવંતભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ વોરા, રમાબેન હેરભા, દિપાબેન કાચા, પલ્લવીબેન ચૌહાણ, શ્રધ્ધાબેન સીમેજીયા, ભાવનાબેન ચતવાણી, સીમાબેન અગ્રવાલ, હિરલબેન જોષી, મહેન્દ્રસિંહ તલાટી, રમીલાબેન રાજયગૂરૂ અબતકની મુલાકાતે આવ્યા હતા.