સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના સહયોગ તેમજ ગુજરાત રત્ન પૂજય ગુરુદેવ સુશાંતમુનિ મ.સા. તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના આશીવચનથી શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજીત રોયલ પાર્ક સ્થાકકવાસી જૈન મોટા સંઘ સંકલિત તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિ:શુલ્ક મેડીકલ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલ્બી હોસ્પિટલના ડોકટરોની ટીમ દ્વારા ફી નિદાન કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.અબતક સાથેની વાતચીત દરમિયાન શેઠ ઉપાશ્રયે જૈન સંઘના ટ્રસ્ટી આશરાએ જણાવ્યું કે પુજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાંકળના ૪૮માં જન્મોત્સવ નીમીતે શેલ્બી હોસ્પિટલનો નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખેલ છે. એમાં લગભગ ૮૦૦ પેશન્ટનું રજીસ્ટ્રેશન થયું છે.
વધારે આવવાની ગણતરી છે. અહિંયા એકસ-રેનો કોઇપણ ચાર્જ લેવામાં આવ્યો નથી. ડોકટરો સેવા કરવા આવ્યા હોવાથી તેઓ જયાં સુધી બધા જ દર્દીનું ચેકઅપ નહી થાય ત્યાં સુધી રહેશે. ડો. ભરત ગજજર, ડો. આશિષ પટેલ, ડો. અંકુર પટેલ વગેરે ડોકટરોની ટીમ દ્વારા ચેક અપ કરવામાં આવે છે.
આ ઉપરાંત બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને શેલ્બી હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વાસ્થય જાગૃતિ માટેનો કાર્યક્રમ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખ્યાતનામ નિષ્ણાંતો ડો. આશિષ શેઠ, ડો. ભાવેશ પારેખ, ડો. દિગ્વીજયસિંહ બેદી, ડો. અંકુર પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બોલ બાલા ટ્રસ્ટના સીનીયર સીટીઝનો ઉ૫સ્થિત રહ્યા હતા.અબતક સાથેની વાતચીત દરમિયાન બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાઘ્યાયએ જણાવ્યું કે બોલબાલા ટ્રસ્ટ અને શેલ્બી હોસ્૫િટલના સંયુકત ઉપક્રમે પાણી પેલા પાળ બાંધોએ સૂત્રને ઘ્યાનમાં લઇ વડીલોના સ્વાસ્થ્ય માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
અહિયા હોસ્પિટલના ડોકટરોની ટીમ આવી છે. અને ડોકટરો દ્વારા વડીલો પોતાનું સ્વાસ્થ્ય કેમ સારું રાખી શકે. કેવા રીપોર્ટ, કેવો ખોરાક લેવો કેવું જીવન જીવવું અન વિષય પર ચર્ચા વિચારણા પ્રશ્ર્નોતરી પી.પી.ટી. માફરતે કાર્યક્રમનું આયોજન કયુૃ છે. આ કાર્યક્રમમાં ૭૦૦ થી વધુ વડલો ઉ૫સ્થિત છે.