- હિંમતનગર નજીક રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન
- અમદાવાદના 20 જેટલા ડોકટરો દ્વારા મંદબુધ્ધિના દર્દીઓનું કરવામાં આવ્યું ચેકઅપ
- અંદાજીત 500 જેટલા લોકોએ આ મેડીકલ કેમ્પનો લીધો લાભ
સાબરકાંઠામા હિંમતનગર નજીક આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અમદાવાદના 20 જેટલા ડોકટરો દ્વારા મંદબુધ્ધિના દર્દીઓની નાની મોટી તફ્લીકોનું ચેકઅપ કરી કેમ્પમાં નિદાન કરવામાં આવ્યું હતું. બીપી, ડાયાબીટીસ, ચામડી, માનસિક બીમારી સહિત વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેનો અંદાજીત 500 જેટલા લોકોએ લાભ લીધો હતો.
અનુસાર માહિતી મુજબ, સાબરકાંઠામાં હિંમતનગર નજીક આવેલ રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા આજે મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ મોટી સંખ્યામાં દર્દીઓએ ચકાસણી કરાવી.
જેનું નથી કોઈ, એનું છે સહયોગ શબ્દ સાર્થક કરી બતાવ્યું છે. અહીંયા તમામ દર્દીઓની સેવા કરવામાં આવે છે. ત્યારે આજે અમદાવાદના ડોકટરોની ટીમ દ્વારા હિંમતનગર સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટમાં તમામ દર્દીઓની ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ 20 જેટલા ડોકટરો દ્વારા મંદબુધ્ધિના દર્દીઓની નાની મોટી તકલીફ હોવાથી ચેકઅપ કરવામાં આવ્યું હતું. સમાજના લોકોને તકલીફ પડે ત્યારે હોસ્પિટલ જતા હોય છે. આ દરમિયાન મંદબુધ્ધિના દર્દીઓ માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો.
જેમાં બીપી, ડાયાબીટીસ, ચામડી, માનસિક સહિત વિવિધ પ્રકારની ચેકઅપ કરવામાં આવ્યો હતો. જોકે અગાઉ પણ એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 54 દર્દીઓને ડાયાબિટી હોવાથી તેની દવાઓ શરૂ કરવામાં આવી હતી. ચાર બહેનોને કેન્સરની સારવાર આપવામાં આવી હતી. જ્યારે આજે મેડિકલ કેમ્પમાં 250 બહેનો અને 250 જેટલા પુરુષો લાભ લીધો હતો. જેની તકલીફ હશે તેવી સારવાર આપવામાં આવશે.
અહેવાલ : સંજય દીક્ષિત