ચેપી રોગ, ફુગજન્ય રોગ, તાવ, ટીબી, ચીકનગુનિયા, ડેન્ટલ રોગ, ડાયાબીટીશ, સ્થુળતા અને થાઈરોઈડની સારવાર કરાશે
ડો.રોહિત ઠકકર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે ચેપી રોગો, ફુગજન્ય રોગો માટે કાલે વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવેલો છે. સાથે લાંબાગાળાનો તાવ, ટીબી, ચીકનગુનીયા સાથે વિવિધ ફેસીલીટીની મેડીકલ સુવિધાનો શુભારંભ ડેન્ટલ સાથે ડાયાબીટીશ, સ્થુળતા અને થાઈરોઈડની સારવારની સુવિધા મળશે.
આ અંગે વિસ્તૃત વિગત આપવા ડો.સોના મિત્રા બાવીસી, ડો.શિલ્પા ઠકકર, ડો.આશીષ બાવીસી, શિલ્પાબેન ઠકકર, અણભાઈ દવે અને વિશાલભાઈ કમાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડો.રોહિત ઠકકર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, આશાપુરા રોડ, કોર્પોરેશન ચોક ખાતે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ચેપીરોગોના નિષ્ણાંતની સારવાર-નિદાન-ફેસેલીટી શરૂ કરવામાં આવી છે.
જેના પ્રારંભે શનિવારે તા.૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ થી ૫ ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. સમગ્ર પ્રોજેકટ સંભાળતા શિલ્પા ઠકકરે માહિતી આપતા જણાવેલ છે કે ડો.આશિષ બાવીશીએ ચેપી રોગોની ફેલોશીપ ભારતીય વિદ્યાપીઠ પુનેથી મેળવેલ છે. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ એવી મેડિકલ ફેસીલીટી રાજકોટમાં મળશે. જેમાં લાંબાગાળાના તાવ, ટીબી, એચઆઈવી, એઈડસ, ફુગજન્ય રોગો, પેશાબ-કીડનીના ચેપ, હિપેટાઈટીસ એ,બી,સી વિવિધ રોગોમાં થતા ચામડીના રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનીયા, લેપ્ટોસ્પાયરોસીસ, ટાઈફોઈડ, મેલેરિયા તથા અન્ય ચેપીરોગોની સારવાર દર્દીઓને મળશે.
આ ઉપરાંત લાઈફ સ્ટાઈલ ડીસીઝ સંદર્ભે ડો.સોના મિત્રા બાવીશી (સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા ફીઝીશીયન) ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કોલસ્ટ્રોલને લગતી બીમારી, સ્થુળતા થાઈરોઈડ જેવી બીમારીએ નિદાન-સારવાર કરાશે. રાજકોટની મહિલાઓને હવે મહિલા ફીઝીશીયનની સારવાર મળી શકશે. આ ઉપરાંત હોસ્પિટલના ડેન્ટલ વિભાગ પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ડો.યશ સાપરીયા સેવા આપી રહ્યા છે. જેમાં દાંતના વિવિધ રોગોની સારવાર કરવામાં આવશે.
અદ્યતન સાધન સુવિધાઓથી સજજ આ હોસ્પિટલ ખાતે હેલ્થ કાઉન્સેલરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. જેમાં એચઆઈવી એઈડસ સંદર્ભે છેલ્લા ૩૦ વર્ષથી એઈડઝ પ્રિવેન્શન અને કંટ્રોલ ક્ષેત્ર કાર્યરત કાઉન્સેલર અણ દવે સેવા આપશે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ હબ તરીકે ઉભરી રહ્યું છે. વિકાસ ચોમેર દિશાએ હરણફાળ ભરતા રાજકોટમાં ફુગજન્ય રોગો સાથે ચેપી રોગોની સારવાર શરૂ થતા હવે દર્દીઓને અમદાવાદ-મુંબઈ જવાની જર પડશે નહીં તેમ શિલ્પા ઠકકરે જણાવેલ છે. આધુનિકી સુવિધા સાથે અદ્યતન નિદાન ઈકવીપેમેન્ટ સુવિધા સાથેની હોસ્પિટલનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે.