વાલીઓ NEET મામલે હાઇકોર્ટમાં ગયા: રીસ્ટેટની માંગ

નીટની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રશ્ર્નપત્રો અલગ હોવાના મામલે વિવાદ થયો હતો જેના દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ મળનાર હતો ધો.૧રના વિઘાર્થીઓના વાલીઓ દ્વારા ગુજરાતી પરિક્ષાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવા માટે હાઇકોર્ટમાં માગણી કરી હતી.

એક માસ અગાઉ સીબીએસઇ બોર્ડ દ્વારા નીટની સેન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવી હતી. જે અર્ંતગત એવી ફરીયાદ કરવામાં આવી હતી કે નીટની આ પરીક્ષાના પ્રશ્ર્નપત્ર માત્ર અલગ જ નહીં પરંતુ અંગ્રેજી માઘ્યમ કરતાં વધુ અધરા હોવાનું જણાવાયું હતું.

આ મામલાને કેટલાક વાલીઓ દ્વારા હાઇકોર્ટમાં લઇ જવાયો હતા. જેમાં ગુજરાતી વિઘાર્થીઓ માટે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગણી વકીલ જીગશ પટેલ મારફત કરવામાં આવી હતી. જે અંતર્ગત કોર્ટનો ગુજરાતી વિઘાર્થીઓના લીસ્ટને ઘ્યાનમાં રાખી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તેમ અરજી કરવામાં આવી હતી. પીટીશનર્સ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે બે અલગ અલગ ભાષાના પ્રશ્ર્નપત્રો સરખા કાઢવાનો ઉલ્લેખ નીટના બંધારણ અન્વયે થયેલ જોવા મળ્યો નથી. જેથી બે અલગ પ્રશ્ર્ન-પત્રો હોઇ આ પરીક્ષા માટે કમ્બાઇન્ડ કોમન મેરીટ લીસ્ટ બહાર પાડી શકાય નહીં. માઘ્યમના વિઘાર્થીઓને કયાંય અંગ્રેજીમાં પરીક્ષા માટે કહેવાયું નથી. બે અલગ અલગ પરીક્ષાના પરીક્ષાર્થીઓની ચકાસણી કાયદેસર રીતે રજુઆત કરી હતી. આ મામલો પીટીશનર્સ દ્વારા દલીલો રજુ થતાં મેડિકલ એડમીશન ધોંચમાં પડવાની શકયતા હાલ જોવા મળી રહી છે.

જેમાં એમબીબીએસ થતા બીડીએસ બન્નેનો સમાવેશ થાય છે. કારણ કે આ બન્નેની એડમીશન પ્રક્રિયામાં ગર્વમેન્ટ તથા મેનેજમેન્ટ કવોટાની સીટ જે તે રાજયનો રાજય સરકાર દ્વારા જ ફાળવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.