રાષ્ટ્રપતિ મુખર્જીએ પોતે આગામી ટર્મમાં રેસમાં નહીં હોવાના આડકતરા સંકેતો આપ્યા
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રશ્ર્નો પુછવા એ સારા પત્રકારત્વની નિશાની છે માટે જે સરકાર હોય તેને મીડિયાએ પ્રશ્ર્નો પુછવા જ જોઈએ.
નવીદિલ્હી ખાતે એક જાહેર કાર્યક્રમમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ વસ્તુને બહાર આવતી રોકવાનો રસ્તો તો મીડિયાએ ન કરવો જોઈએ. જે તે બાબતના પ્રકાશમાં લાવવાના મુદ્દાઓને વિવિધ છણાવટ સાથે બહાર લાવવા જોઈએ. તેમણે સોશયલ મીડિયા થકી પારંપરિક મીડિયા અસરો અને તકો અંગે ચર્ચા કરી હતી.
તેમણે મીડિયાને ચોથી જાગીર ગણાવી હતી તેમજ આ તકે અન્ય ત્રણ જાગીરોને યાદ કરી હતી તેમજ ચોથી જાગીરને અન્ય ત્રણ જાગીરો અંગેના લોકોનો મત વ્યકત કરવા જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યું હતું કે, મીડિયાની જવાબદારી છે કે તે વિવિધ ઘટનાઓ ખાતરીપૂર્વક, નોંધનીય રીતે તેમજ સરાહનીયતા સાથે બહાર લાવવી અને જે પક્ષ સતાપર હોય તેને પ્રશ્ર્ન પૂછવા માટેનો અધિકાર લોકશાહીમાં અપાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. જો મીડિયા તેની જવાબદારી ચૂકી જશે જો કોઈ પ્રશ્ર્ન નહી ઉઠાવવામાં આવે. રાષ્ટ્રપતિ આગામી બે મહિનામાં જ તેમની ટર્મ પૂર્ણ કરવા જઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં મૌન સેવી જવાબદારી ચૂકી છે તો કેટલાકે મંતવ્યો રજુ પણ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ સારુ પત્રકારત્વ સાચા અને સારા સમાચારોને અલગ પાડીને ‘ફેક ન્યુઝ’ અટકાવવા જોઈએ.
તેમજ ચોકકસતા તથા ખાતરીપૂર્વકતા દ્વારા લોકોને વધારે સારી માહિતી પુરી પાડી શકાશે અને સત્યનું બલિદાન કયારેય આપવું ન જોઈએ. તેમજ દિલ્હી ખાતે તેમણે પોતે રાષ્ટ્રપતિ પદની ચુંટણીની રેસમાંથી બહાર હોવાના આડકતરી રીતે સંકેતો આપ્યા હતા. તેમજ તેમનો મંત્રાલયને તેમની સાથે કાર્ય કરવા ઈચ્છા હોય તેમને પોતાના કાર્યક્ષેત્રની ફાળવણીની માંગ કરી હતી.