‘અબતક મીડિયા’ના આંગણે પધારેલા પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજે સમાજમાં મીડિયાની સકારાત્મક ભૂમિકા વિશે વાતો કરી: ‘અબતક પરિવાર’ના સતિષભાઈ મહેતાને શુભાષિશ આપ્યા
પૂજય આચાર્ય ભગવંત શ્રી યશો વિજય સુરીશ્વરજી મહારાજ આજ ‘અબતક મીડીયા’ના આંગણે પધાર્યા હતા. તેઓએ અબતક પરિવારના સભ્યોને શુભાશિષ પાઠવ્યા હતા. પોઝીટીવ સમાચાર સમાજમાં ઘણાં મહત્વના છે. લોકોને હવે ગંદકી ગમતી નથી. શુધ્ધ નિર્મળ જળ પ્રાપ્ત કરવા માણસે મહેનત કરવી પડે છે. પ્રથમ માટી, ગારો કાઢયા બાદ જ ડહોળા પાણી પછી જ શુધ્ધ જળ પ્રાપ્ત થાય છે. સમાચાર માધ્યમનું પણ આવું જ છે. હવે લોકો ક્રાઈમના સમાચારોને પસંદ કરતા નથી. લોકોને પોઝીટીવ સમાચારો ગમે છે. કોઈપણ ઘટનાને સકારાત્મક રજૂ કરવી તે સમયની માંગ છે અને આ કાર્ય અબતક કરી રહ્યું છે તે અભિનંદનીય છે તેમ પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજે વાતચીતમાં જણાવ્યું હતુ.
પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજે અબતક મિડિયા હાઉસની મુલાકાત દરમ્યાન અબતક્ધા તંત્રી સતીષભાઈ મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, સતીષભાઈએ ખૂબજ સારી મહેનત કરીને અબતકને ઉભુ કર્યું છે. સતીષભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે હું મિડિયાનો માણસ નથી, મેં બીજેએમસી પણ કર્યું નથી ત્યારે આચાર્યશ્રીએ જણાવ્યું હતુ કે, હમણા રામકૃષ્ણ આશ્રમમાં ધો.૧૦ અને ૧૨માં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે સેમીનારનું આયોજન કરાયું હતુ કે તેઓ કેવી રીતે આગળ આવી શકે સચીન પોતે એસએસસીમાં નાપાસ છે. છતા પણ અત્યારે તેને વિશ્વસ્તરે પ્રસિધ્ધિ મળી છે. કુદરતે તમને રસ્તો આપ્યો જ હોય છે.
વધુમાં સતીશભાઈએ જણાવ્યુ હતુ કે, આપણા સમાજમાં સંતો અને ધર્મની પણ જરૂરી છે. ત્યારે પ્રત્યુતરમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતુ કે સમાજ સ્વસ્થ હશે તો ધર્મ હશે સમાજ નાશીપાસ થતો હશે, હતાશ હશે તો ધર્મ પણ એમ જ હશે. ત્યારે સતીશભાઈએ કહ્યું હતુકે, આપના જેવા વિચારવાળા સંતો ખૂબ ઓછા હોય છે. જે સમાજ અને ધર્મ બંનેને જરૂર છે. સમાજમાંથી જ ધર્મની સાધના થાય છે. પેટનો ખાડો પૂરાયો ન હોય ને તમે ધર્મ અને સાધનાની વાત કરો એ જામશે નહી. આતરડી ઠરેલી હોય પછી તમે વાત કરો તો એ સાંભળે, સમજે અને સ્વીકારે અને જીવનને સુધારે.
આચાર્યશ્રીએ અબતક મિડિયા વિશે જણાવતા કહ્યું હતુ કો અબતક મિડિયા ખૂબ પાવરફૂલ છે. ત્યારે અબતકના તંત્રી સતીષભાઈ મહેતાએ કહ્યું હતુ કે, અમારી મિડિયા ઈર્ન્ફોમેટીવ ન્યુઝ અને પોઝીટીવ ન્યૂઝ જ છે. ત્યારે આચાર્યશ્રીએ પ્રત્યુતર આપતા જણાવ્યું હતુ કે પોઝીટીવ ન્યૂઝ હશે તો સમાજમાં પોઝીટીવીટી આવશે અને નબળી વસ્તુ કરવાના વિચાર ખતમ થશે. લોકોને ગંદકી જોવામાં બહુ રસ નથી એમને પોઝીટીવીટી મળે જીવનમાં નવી દિશા મળી એવું જાણે તો એમને રસ્તો મળે. એટલે એવું વાંચવામાં રસ પડે ત્યારે સતીષભાઈએ જણાવ્યુંં હતુ કે એટલા માટે જ અમારે ત્યાં ખૂબજ મોટી તક છે.
સારી ભાવના છે એ આપણને મળે જ છે. થોડીવાર લાગે પણ જરૂર મળે છે. કૂવો ખોદીએ ત્યારે શરૂઆતમાં કાદવ , કિચડ નીકળે ગંદુ પાણી નીકળે સ્વચ્છ અને શિત્તળ પાણી સૌથી છેલ્લે નીકળે. એમ જ શરૂઆતમાં માણસ નાસીપાસ થઈ જાય તો એનું લક્ષ્ય નહી મળે. નબળી વસ્તુમાંથી પણ સારી વસ્તુ થઈ શકે છે એ વાત લોકોના મગજમાં આવે તો લોકોને તક મળે મીડિયા એ સમાજ માટે ઉતક્રાંતી છે. કોઈપણ જગ્યાએ કામ સાથે જોડાયેલ વ્યકિત મહેનત કરતું હોય તેને પરસેવો સુકાય તે પહેલા તેનું મહેનતાણુ દેવું જરૂરી છે તેમ આચાર્યશ્રીએ જણાવ્યું હતુ.
પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજ
જેઓનું જ્ઞાન આસંસ્કૃતિની રક્ષા માટે જેઓ સતત પ્રયાસરત છે. જનજાગૃતિના મહાયજ્ઞ માટે જે અનવરત પ્રવૃત્તિશીલ છે તેવી આ સદીની એક અનન્ય વિભૂતિ એટલે પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ ! છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટની ભૂમિમાં સ્થિરતા કરતી જનસમાજની સમસ્યાઓને મૂળથી સૂલઝાવવાનો ભગીરથ પ્રયાસ પૂજય આચાર્ય ભગવંત શ્રી અથાક રીતે કરી રહ્યા છે.
પૂજય આચાર્ય ભગવંતનું વતન વેરાવળ છે. ૧૮ વર્ષની યુવા વયે ઝળહળતા વૈરાગ્ય સાથે આખા સંસારનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કર્યો. પૂજય સકલસંઘહિતચિંતક આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજય પૂના જિલ્લા ઉધ્ધારક આચાર્ય ભગવંત શ્રી વિશ્વકલ્યાણ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. સંયમ સ્વીકાર બાદ તેમણે જ્ઞાનસાધના અને તપસાધનાનો યજ્ઞ માંડ્યો. પૂજય આચાર્ય ભગવંતે અલપવયમાં ઉપાર્જિત કરેલ જ્ઞાનને જોઈ આજે સહુ કોઈ ડોલી ઉઠે છે. દેશ-વિદેશના વિદ્વાનો અમિભૂત થઈ જાય છે. સ્વયં ૧૨ વર્ષ સુધી જ્ઞાનસાધનામાં નિરત રહ્યા ત્યાર પછી પોતાને સાધના દ્વારા પ્રાપ્ત થયેલ જ્ઞાનને અમૃતને વહેચવા માટે સમાજ સામે તેઓ ઉપસ્થિત થયા. સમાજની તકલીફો અને સમસ્યાઓના મૂળને ઓળખી તેઓ સરળભાષામાં તેના સમાધાનો દર્શાવે છે.
તેઓની પ્રવચન શૈલી એટલે જ ખૂબ લોકપ્રિય બની છે. તેમનો ઉપદેશ સમાજના તમામ વર્ગને સ્પર્શે છે. ગમે છે આથી જ તેઓનાં ઉપદેશથી વિશિષ્ટ કાર્યોની હારમાળા સર્જાઈ છે. અમદાવાદ, મુંબઈ, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ભારત વગેરેમાં તેઓએ વિચરણ કર્યું છે. ૨૦૦,૨૫૦,૩૦૦ જેટલા સિધ્ધિતપો તેઓની પ્રેરણાથી ચાતુર્માસ દરમ્યાન થયા છે. સિધ્ધિતપ જેવી આકરી તપશ્ચર્યા પણ પૂજય આચાર્ય ભગવંતની પ્રેરણા અને ઉપદેશથી એકદમ સરળ થઈ જાય છે. તેઓની સાધનાના પ્રતાપે ઉગ્ર તપસાધના પણ સરળતાથી સંપન્ન થઈ જાય છે.
આ ઉપરાંત માસક્ષમણ (૩૦ દિવસ સુધી સંપૂર્ણ ભોજનત્યાગ) જેવી ઉગ્ર તપસાધના પણ તેઓની કૃપાથી મોટી સંખ્યામાં થઈ છે. પૂજય આચાર્ય ભગવંતના પ્રવચનોની પ્રાસંગિકતા અને ઉપયોગીતાને જોઈ સમાજના તમામ વર્ગે તેમના પ્રવચનોને વધાવ્યા છે. એટલે જ રાજકોટ જિલ્લા જેલમાં ત્રણ ત્રણ વાર તેમના પ્રવચનો આયોજાઈ ચૂકયા છે. તદુપરાહતમાં, આત્મીય કોલેજ, મોદી સ્કુલ વગેરે અનેક સ્કુલ-કોલેજોમાં તેઓએ પ્રવચનો આપ્યા છે અને તેઓનાં હૃદયસ્પર્શી પ્રવચનો પરિવર્તનકારી નીવડે છે. હાલ, પોતાના માતા મહારાજની સમાત્રધને ધ્યાનમાં લઈ તેઓ શ્રી જાગનાથ જૈન સંઘમાં બિરાજમાન છે ત્યાં દર રવિવારે પ્રવચનો આયોજાય છે.
પૂજય આચાર્ય ભગવંતશ્રીની પ્રેરણાથી અનેક ઉપાશ્રયો, જિનાલયોનું નિર્માણ થયું છે. નબળી આર્થિકસ્થિતિ વાળા સાધર્મિકોના ઉધ્ધાર માટે પણ તેઓશ્રીની પ્રેરણાથી વિશેષ કાર્ય થઈ રહ્યો છે. સ્વયં પોતે સંસ્કૃત ભાષાનાં સમર્થ વિદ્વાન છે અને બે લાખથી વધુ શ્લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્ય રચી ચૂકયા છે. સરળતા, નમ્રતા અને સેવાભાવના જેઓની ઓળખ છે. જેઓનાં ચહેરા ઉપર સાધનાનું તેજ છે. તેવા પૂજય આચાર્ય ભગવંતશ્રી રાજકોટમાં બિરાજમાન છે. રાજકોટનું સૌભાગ્ય છે પૂજય આચાર્ય ભગવંતના ચરણોમાં કોટિ કોટિ વંદના પૂજય આચાર્ય ભગવંત શ્રી સમાજના ઉત્થાન માટે સરળ ભાષામાં માર્મિક સાહિત્યનું પણ અઢળક સર્જન કર્યું છે.
તેઓના ખૂબ લોકપ્રિય નીવડેલા પુસ્તકો છે. પોલિસી, ફોર્મ્યુલા, જવામર્દી વગેરે… ક્રોધને કાઢવાના અને નાથવાના સરસ ઉપાયો દર્શાવતું પોલિસી પુસ્તક ૨૫,૦૦૦થી વધુ નકલોનો ફેલાવો પામી ચૂકયું છે અને તેનાથી અકલ્પય પરિવર્તનો ઘર-ઘરમાં સર્જાયા છે. અભિમાનની સમસ્યાને જડમૂળથી ઉખેડી દેવાના ઉપાયો દર્શાવતું ‘ફોર્મ્યુલા’ પુસ્તક તાજેતરમાંજ પ્રકાશિત થયું છે. પૂજય આચાર્ય ભગવંતશ્રીના પુસ્તકો મહેન્દ્રભાઈ ઝવેરી, રાજકોટ-મો. ૮૪૮૭૦૦૩૭૫૧ પાસે ઉપલબ્ધ છે.