ઉપરવાસમાં ભારે વરસાદ પડતા વેણુ ડેમના ત્રણ પાટીયા ચાર ફૂટ ખોલાયા
સમગ્ર સૈરાષ્ટ્ર ઉપર ચાલુ સાલ મેધરાજા હેત વરસાવી રહ્યા હોય તેમ વગર નુકશાને દે ધનાધન કરતા શહેર ગ્રામ્ય વિસ્તારમાં લઇ કાલે બપોર બાદ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો હતો.
શહેરમાં છેલ્લા ૧૦ દિવસ છુટો છવાયો વરસાદ ઝપટા રૂપે વરસી રહ્યો છે. શ્રવણ મહિનામાં મેધરાજાએ આખો મહિનો ભગવાન ભોળાનાથને અભિષેક કર્યો.
ગઇ કાલે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ૨થી ૪ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરમાં બપોર બાદ મેધરાજએ દે ધનાધન કરતા ત્રણ ઇૅચ કરતા વધુ પાણી વરસાવી દેતા મોસમમાં કુલ વરસાદ ૩૧ ઇંચને પાર કરી ગયો છે. શહેરને પાણી પુરૂ પાડતા માંજ અને વેણુ ડેમ બંન્ને ડેમો ઓવરફલો હોવાથી વધુ વરસાદ પડતા વેણુ ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. જયારે મોજ ડેમના પણ પાટીયા સતત ખુલ્લા રાખવામાં આવ્યા છે. ગઇ કાલે પડેલ વરસાદથી શહેરીજનોમાં ભારે ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.