ગામના નદી- નાળાઓ છલકાયાં, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા
સુરેન્દ્રનગરન જિલ્લામાં ચાલુ સિઝન દરમ્યાન પડેલા વરસાદથી ઝાલાવાડના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી. ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયા બાદ ચુડાનો વાંસલ ડેમ 80 ટકા અને ચોટીલાનો મોરસલ ડેમ 70 ટકા ભરાઈ ગયો હતો.જેને લઇને બંને ડેમ વિસ્તારમાં નીચાણવાળા પટ્ટામાં આવેલા આશરે 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ચોટીલા તાલુકામાં પડેલા નોંધાપાત્ર વરસાદને કારણે ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થયા બાદ હિરાસર ગામ નજીક આવેલો મોરસલ ડેમ પણ 70 ટકા ભરાઈ ગયો હતો. ડેમની પૂર્ણ જળસપાટી 177 મીટર છે. તેમાંથી 176.4 મીટર ડેમ ભરાઈ ગયો હતો. તેમજ પાણીની ધીમી આવક ચાલુ હોવાથી ડેમ ગમે ત્યારે ઓવરફલો થવાની શક્યતા છે. જેથી ડેમનાં નિચાણવાળા વિસ્તારોમાં આવતા ચોટીલા તાલુકાનાં હલીયાસર, નાની મોરસલ તેમજ સાયલા તાલુકાનાં મંગલકુઈ, મોટી મોરસલ, શેખપર, સેજકપર અને ટીંટોળા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નિચાણવાસમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા તાકીદ કરાઈ હતી.
ડેમનાં નિચાણવાળા વિસ્તારમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામનાં લોકોને બંધની ઉપરવાસમાં અને નિચાણવાસમાં આવતા વિસ્તારો કે નદીનાં પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી હતી. ચુડાનો વાંસલ ડેમ 80 ટકા ભરાયો
ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલ વાંસલ ડેમ 80 ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી 100.7 મીટર છે, જેમાંથી 100.25 મીટર ભરાઇ ગયો છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.
મોરસલ ડેમ 70 ટકા ભરાયો
હિરાસર ગામ પાસે આવેલ મોરસલ ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી 177 મીટર છે, જેમાંથી 176.4 મીટર ભરાઇ ગયો છે. તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે, તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચોટીલા તાલુકાના હબીયાસર અને નાની મોરસલ તેમજ સાયલા તાલુકાના મંગલકુઈ, મોટી મોરસલ, સેખપર, સેજકપર અને ટીટોળા ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.
ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલા ત્રિવેણી ઠાંગા ડેમ 100 ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી 208 મીટર છે, તે સંપૂર્ણ ભરાઇ ગઈ છે. પાણીની ધીમી આવક ચાલુ છે, તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા(રાજ), ખાટડી, ડાકવડલા, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.