• વેરાવળ, કોડીનાર, માણાવદર, સુત્રાપાડા, તાલાલા અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ
  • આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી

નૈઋત્વનું ચોમાસું હાલ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા સુધી સક્રિય થયું છે. આગામી 48 કલાકમાં ચોમાસુ ઉતર અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેશે આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ-કચ્છ સહિત રાજયના કેટલાક વિસ્તારોમાં હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ગઇકાલે રાજયના ર8 તાલુકાઓમાં વરસાદ પડયો હતો દરમિયાન આજે સવારથી સોરઠમાં મેઘરાજાનો પડાવ રચ્યો હતો માંગરોળમાં સવારે બે કલાકમાં સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે વેરાવળમાં પણ પોણો ઇંચ  વરસાદ વરસી ગયો હતો.

IMG 20220615 WA0065

આજે સવારથી જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢ જીલ્લાના માંગરોળમાં સવા ઇંચ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોણો ઇંચ ઉપરાંત કોડીનાર, માણાવદર, સુત્રાપાડા, તાલાલા, જુનાગઢ અને પોરબંદરના કુતિયાણામાં હળવા ઝાપટા પડયા હતા. રાજકોટમાં પણ વાતાવરણ સવારથી વાદળ છાંયુ છવાયેલું છે અસહ્રય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. દરમિયાન આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાકમાં રાજયના 1પ જિલ્લાના ર8 તાલુકાઓમાં વરસાદ પડયો હતો.

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં સૌથી વધુ 67 મીમી, પાણી પડયું હતું. આ ઉપરાંત જામનગરના કાલાવડના પ8 મી.મી., સુરેન્દ્રનગરના મુળીમાં 24 મીમી, રાજકોટના પડધરીમાં ર3 મીમી વરસાદ પડયો હતો જયારે વેરાવળમાં 11 મીમી, સાયલામાં 11 મીમી, કોડીનારમાં 10 મીમી, ધંધુકામાં 10 મીમી, જલાલ પોરમાં 9 મીમી, તાલાલામાં 7 મીમી, વડિયામાં 7 મીમી, નડીયાદમાં 7 મીમી, સીંધવડમાં 6 મીમી, વાવમાં 6 મીમી, વઢવાણમાં પ મીમી, વલસાડમાં 4 મીમી, થાનગઢમાં 4 મીમી, ઉમરગામમાં 3 મીમી, લીંબડીમાં 3 મીમી, લોધિકામાં ર મીમી, ઉનામાં ર મીમી, ગીરગઢડામાં ર મીમી, હળવદમાં ર મીમી, વાલોદ અને ગાંધીનગરમાં એક એક મીમી વરસાદ પડયો હતો આજે સવારથી સોરઠમાં મેઘરાજાએ ધામા નાખ્યા છે.

રાજકોટમાં પણ ગઇકાલે બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું તોફાની આગમન થયું હતું.   શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 3ર મીમી જેટલો વરસાદ વરસી જતા રાજ માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત જુના રાજકોટમાં ર0 મીમી અને  સામા કાંઠે 4 મીમી વરસાદ પડયો હતો. હજી ચોમાસાનું વિધિવત આગમન થયું નથી ત્યાં રાજકોટમાં સીઝનનો પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે રોજ સાંજના સમયે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડે છે. વરસાદના કારણે ગઇકાલે ન્યુ રાજકોટમાં લાઇટ  ગુલ થઇ જવા પામી હતીે  કોર્પોરેશનની પ્રિ- મોનસુમ કામગીરીની પોલ સામાન્ય વરસાદે ખોલી નાંખી છે ન્યુ રાજકોટમાં દોઢ થી ત્રણ ઇંચ વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થવા પામે છે. ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં બેટમાં ફેરવાય જાય તેવી સંભાવના પણ જણાય રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા થી મઘ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે આજે બનાસકાંઠા, સાંબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગામી આપવામાં આવી છે. રાજકોટમાં સવારે ધુપ છાંવ જેવું વાતાવરણ છે સોરઠ પંથકમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.

માંગરોળમાં વીજળીપડતા બે યુવાનો ઘાયલ

માંગરોળ ના વહેલી સવારથી વરસાદે  પડી રહ્યો છે. વિજળી ના ભયાવહ ચમકારા અને કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સવાર થી અત્યાર સુધી 31મીમી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. માંગરોળ ના લાલબાગ વિસ્તારમાં એક મકાન પર વિજળી પડતાં મકાન ની દિવાલો તૂટી પડી હતી. 7 મકાન નું વાયરીંગ બળીને ખાખ થઇ ગયું છે. સીડી રૂમ પર વરસાદ ના પાણીને અટકાવવા પડદો બંધી રહેલા બે ભાઈઓ પણ વિજળી ની ચપટમા આવી જતા બેભાન થઈ ગયા હતા. મોહમ્મદહૂસેન સુલેમાન બેરા ના બંને દિકરા ઉવેશ અને અલફેશ ને બેભાન હાલતમાં શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સારવાર હેઠળ હાલ બંનેની હાલત સારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.