પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર: પ્રજાના પૈસાનું પાણી
27 વર્ષના રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં 15 વર્ષના શાસન બાદ પણ નગરજનોને નળ, ગટર, રાસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને બાપુનગરના ધારાસભ્ય હિમંતસિંહ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની આગોતર આયોજન માટેનું પ્રિમોન્સૂન કામગીરીમાં ભાજપ સદંતર નિષ્ફળ નીવડ્યું છે. પ્રિમોન્સૂન પ્લાનીંગ માત્ર કાગળ પર રહી છે. આઠ મહાનગર પાલિકામાં વિકાસના નામે માત્ર વાતો, ભ્રામક પ્રચાર, વાયદા અને કૌભાડ સિવાય ભાજપના સત્તાધીશોની કોઈ કામગીરી જણાતી નથી. ચોમાસા પહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવી. નાળામાંથી કચરો, માટી સહિતના પદાર્થોની સમયસર નિકાલ કરવામાં આવતો નથી. વોટર ડ્રેનેજ લાઈનો બંધ હાલતમાં છે. ભાજપના અણઘડ વહીવટનો ભાગ ગુજરાતના સામાન્ય નાગરીકો બની રહ્યા છે. આધુનિક સાધનોના ઉપયોગથી ડીશીલ્ટીંગ ઝુંબેશ કરવી જોઈતી હતી પરતું તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના રહીશોના ઘરમાં પાણી, વ્યાપારીઓની દુકાનોમાં પાણી સહિત રોડ રસ્તાઓ પર પાણી- ભુવા પડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે એક જ વરસાદમાં ભાજપના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખી છે. કાંડ અને કૌભાંડમાં વ્યસ્થ ભાજપાના શાસકોના પાપે શહેર જળબંબાકારમાં ગરકાવ થયું.