ચાર ઇંચ વરસાદ: ઠેક-ઠેકાણે પાણી ભરાયાં વાવડી અને મોટી માલવણ ગામની ફલકુ નદીનાં પાણીથી વાહન વ્યવહાર ખોરવાયો ફલકુ ડેમ ઓવરફલો થયો
ધ્રાંગધ્રા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર નદી નાળા પાણી થી છલકાયા ગયા હતા. બાવળી, કોંઠ, સતાપર, કોપેણી, વાવડી, મેથાન, મોટી માલવણ નદી આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
ધ્રાંગધ્રા શહેર તેમજ ગામ્ય વિસ્તારમાં પથંકમાં છેલ્લા ૨૪ કલાકમા સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રામાં ૫ ઈંચ ગ્રામ્ય વિસ્તારોમાં અઠીથી થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ થી વાતાવરણ ટાઢુંબોળ થય ગયુ હતુ, ધીમી ધારે મેઘરાજાએ હેત વરસાવતા ખેડુતોઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, વહેલી સવારથી ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસીગયો હતો, પંથકમા વિજળી કડાકા ભડાકા મુશળધાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા, ગઇ કાલે વહેલી સવારથી ધીમીધારે હેત વરસાવાનુ શરૂ કર્યુ હતુ,ગ્રામ્યપથંકમં વીજળીના કડાકા-ભડાકા સાથે ધીમીધારે વરસાદ પડયો હતો જયારે વરસાદ કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર જગ્યાએ પાણી વરસાદી પાણી ભરાયા હતા, પાલિકાનાં પ્રિમોનસુન પ્લાન નો ફીયાસકો થયો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના વાવડી અને મોટી માલવણ ગામની ફલકું નદી બે ત્રણ ફૂટ પાણી આવી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, વાવડી માં ઓકળો આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો, વોકરાઓ માં પાણી વધતા પાણી ઓવર ફલો થયું હતું તેમજ ધ્રાંગધ્રા શહેર માં રાજકમલ ચોક શક્તિ ચોક ઝાલા રોડ અને જૂની શાકામાર્કેટ સહિતના વિસ્તારો માં વરસાદી પાણી ભરાતાં નદી-સમાન ભરાયા હતા.
માજી સેનિક કુંડા ફાટક પાસેના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણીના ભરાતા વરસાદી પાણીના તલાવડા ભરાયા હતા, ખેતરે જવાના રસ્તાઓનું ધોવાણ તો ખેતરોમાં પાણી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા, ખેડૂતોની હાલત કફોડી બની છે.ખેતરે જવામા પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે વરસાદ ના કારણે ખેડૂતો બન્યા પાયમાલ સતત પાણીના લીધે વ્યાપક નુકસાન થવા પામ્યું છે,કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધ્રાંગધ્રા મામલતદાર ભગીરથસિંહ ઝાલા, ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી ઝરીનાબેન અન્સારી ,તથા સ્ટાફ ફલકું ડેમની મુલાકાત લઈ સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા ફલકું ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવા માં આવ્યા છે.