રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.53  ઇંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન લોધિકામાં ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક બરબાદ થયો હતો.

જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં લોધિકામાં 4.53  ઇંચ, મોરબીમાં 4 ઈંચ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, કુકાવાવ-વડીયામાં 3 ઈંચ,કાલાવડમાં અઢી ઈંચ,રાણાવાવમાં અઢી ઈંચ,રાજકોટમાં અઢી ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ, થાનગઢમાં બે ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કડીમાં 2 ઈંચ, વાંકાનેરમાં 2 ઈંચ, ગોધરામાં પોણા બે ઈંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધોરાજીમાં સવા ઈંચ, લીલીયામાં સવા ઈંચ, કેશોદમાં એક ઈંચ અને જસદણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સીઝનમાં રાજ્યમાં 143 % વરસાદ ખાબક્યો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 %, દક્ષિણ ગુજરાતમાં 148 %, કચ્છમાં 188 %, મધ્ય ગુજરાતમાં 134 % અને ઉતર ગુજરાતમાં 116 % વરસાદ નોંધાયો હતો.

આજની હવામાન વિભાગની આગાહી

આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.