દર્દીઓને ત્રણ ટાઇમ પૌષ્ટિક ગુણવતા યુકત ભોજન, ચા, નાસ્તો, લીંબુ સરબત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કોરોના મહામારી સામે છેલ્લા છ માસી સઘન પગલાંઓ લઈ કોરોના સારવારની કામગીરી અસરકારક રીતે નિભાવી રહી છે. રાજકોટ કોવીડ હોસ્પિટલ ખાતે અદ્યતન બિલ્ડિંગમાં કોવીડ હોસ્પિટલ કાર્યરત છે. અહીં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ (ડોક્ટર, નર્સ, પેરામેડીકલ સ્ટાફ, સર્વન્ટ, સ્વીપર) ખુબ જ જહેમત ઉઠાવીને ૪૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
હોસ્પિટલમાં દરેક દર્દીઓને તેમની બિમારી તથા તાસીરને અનુકુળ ત્રણ ટાઈમ પૌષ્ટિક ગુણવત્તાયુક્ત ભોજન, ચા-નાસ્તો, લીંબુ સરબત જ્યાં સુધી દાખલ રહે ત્યાં સુધી સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે અપાઈ રહ્યું છે. દર્દીઓને ભોજન આપવાનું કામ ખુબ જ ચોક્કસાઈપુર્વક અને સાતત્યપુર્વક થઇ રહ્યું છે. આમ છતાં દર્દીઓના પરિવારજનો દ્વારા ખુબ જ પ્રેમી બનાવેલ ભોજન દર્દીઓને ટિફિન મારફત મોકલવામાં આવે છે. જેના કારણે વધારાનુ ભોજન નાના- મોટા જથ્થામાં ભેગુ તા ૪૦૦ દર્દીઓના ભોજનનો બગાડ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવાનું હોસ્પિટલના મેનેજમેન્ટના ધ્યાને આવ્યું હોવાનું ડો. મુકેશ પટેલે જણાવ્યું હતું.
છેલ્લા એક માસમાં દાખલ દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ મેનેજમેન્ટ અને કોવીડ હોસ્પિટલના તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓના સગા સંબંધીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, દર્દીઓને તેમના પરિવાર દ્વારા મોકલાતા ભોજનને કારણે અન્નનો બગાડ તો હોઈ દર્દીઓના પરિવારજનોને તેમના ઘરેી ટીફીન ન મોકલાવા અનુરોધ કરવામાં આવે છે.