તંત્રની મીઠી નજર હેઠળ પાઈપલાઈનમાથી ડીઝલ ચોરી કરીને આચરવામાં આવતુ કરોડો રૂપીયાનું મસમોટુ કૌભાંડ: કચ્છ અને સુરેન્દ્રનગર જીલ્લા આ કૌભાંડમાં કુખ્યાત

પૂર બહારમાં ખીલેલા પાઈપ લાઈનમાંથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડને ડામવા તંત્ર નિષ્ફળ નિવડયું હોય તેવુંસ્પષ્ટ પણે જણાય આવે છે. તંત્રની મીઠી નજર હેઠળ આ કરોડો રૂપીયાનું મસ મોટુ કૌભાંડ કોઈપણ પ્રકારના ડર વગર ચાલી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હજુ સુધી નોંધનીય કામગીરી થઈ ન હોય તેમની કામગીરી ઉપર અનેક પ્રકારનીશંકા કુશંકા જન્મી છે.

પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરી કરવામાં મુખ્યત્વે કચ્છ અને સુરેન્દ્રનગર જીલ્લો કુખ્યાત છે. જયાં ડીઝલ ચોરીના મસમોટાકૌભાંડો ચાલી રહ્યા છે. હાલ જ કંડલાથી ભટીંડા તથા ઉતર ભારતમાં મોકલવામાં આવતા પેટ્રોલના જથ્થાની પાઈપલાઈનમાં ભંગાણ કરીને પેટ્રોલીંયમની ચોરી કરવાનુંકૌભાંડ સામે આવ્યું છે. બીપીઈએલ કંપનીના પાઈપમાંથી પેટ્રોલીયમની ચોરી કરતા અમરત ખેતાભાઈ કોળી અને કાનજી રણછોડ કોળી બંનેને પોલીસે પકડી પાડયા છે. આ બંને પાસેથી ટ્રક અને ૩૬૪૦ લીટર ડીઝલનો જથ્થો પકડાયો છે. જોકે આ બંને ઈસમો માત્ર મહોરા જ હોય પડદા પાછળ મોટામાથાઓની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આવી જ રીતે સુરેન્દ્રનગરના પાટડી તેમજ દસાડા તાલુકામાં પણ ડીઝલ ચોરીનું મસ મોટુ કૌભાંડ ચાલતુ હોવાનુંસુત્રો જણાવી રહ્યા છે. ત્યારે તંત્ર આ મામલે આંખ મીચોણા કરી રહ્યું છે. હવે આ મામલે નકર કાર્યવાહી તાતી જરૂરી ઉદભવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.