1 વર્ષમાં ભીડભાડ અને ધાર્મિક પર્વના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી કર્યાની કબુલાત
એ.ડીવીઝન પોલીસે 12 બાઈક અને સ્પેરપાર્ટસ મળી રૂ. 5.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો: ચોરીના મુદામાલ રિપેરીંગના બાઈક ફીટ કરતો
શહેરના સિવિલ હોસ્પિટલ ચોક સર્વિસ રોડ પુલ નીચે ચોરાઉ બાઈક સાથે ગેરેજ સંચાલકને ઝડપી લઈ 11 બાઈક ચોરીનો એ ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ભેદ ઉકેલી 12 બાઈક અને સ્પેરપાર્ટસ મળી રૂ. 5.75 લાખના મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ વિગત મુજબ શહેરમાં વાહન મોબાઈલ ઘરફોડી અને ચીલઝડપ જેવા બનાવોને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર રાજુભાર્ગવે આપેલી સુચનાને પગલે એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. કે.એન.ભુૂકણ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
શહેરના જામનગર રોડ વોરા સોસાયટી કૃષ્ણનગર શેરી નં.12માં રહેતો અબ્દુલ હમીદ પઠાણ નામનો ગેરેજ સંચાલક જી.જે.03 એચ.કર્યુ 1099 નંબરના બાઈક સાથે સીવીલ હોસ્પિટલ ચોક નજીક આવેલ બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની પી.એસ.આઈ. જી.એન. વાઘેલાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
અબ્દુલ પઠાણ પાસે મળી આવેલા બાઈક નંબર પોકેટએપમાં સર્ચ કરતા બાઈક ચોરાઉ હોવાનું ખૂલતા તેની અટકાયત કરી બાઈક ચાર દિવસ પહેલા કરણસિંંહજી સ્કુલના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ 11 અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલી 12 બાઈક અને સ્પેરપાર્ટસ મળી રૂા. 5.75 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. એ.ડીવીઝન , બી ડીવીઝન, ગાંધીગ્રામ પોલીસ અને પ્ર.નગર પોલીસ મથક વિસ્તારમાં ધાર્મિક પર્વ અને ભીહભાડ વાળી જ્ગ્યાએ પાર્કિંગમાં રહેલા બાઈક ચોરી કરી પોતાના ઘરે લઈ જઈ અબ્દુલ પઠાણ સ્પેરપાર્ટસ અલગ કરી ગ્રાહકોની ગાડીમાં ચોરાઉ બાઈકના સ્પેરપાર્ટસ ફીટ કરી વેંચાણ કરતો હતો.
એ.એસ.આઈ. એમ.વી.લુવા, ભરતસિંહ ગોહિલ, રાજેશભાઈ સોલંકી, કોન્સ્ટેબલ જગદીશભાઈ વાંક, ભગીરથસિંહ ઝાલા, કેતનભાઈ બોરીચા, હરપાલસિંહ જાડેજા, સાગરદાન દાંતી, જયરાજસિંહ કોટીલા અને હરવિજયસિંહ ગોહિલે કામગીરી બજાવી હતી.