જ્યારે આપણું મગજ નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહેતું હોય. અવારનવાર ચિડીયાપણુ અનુભવાતું હોય આ બાબત સ્ટ્રેસ લાવવા માટે કારણભૂત છે.
નકારાત્મક વિચારો સ્ટ્રેસનું સૌથી મોટુ લક્ષણ છે. ખાવા-પીવા અને સુવાની અનિયમિત પેટર્ન પણ સ્ટ્રેસ તરફ આંગળી ચિંધે છે. એક વેબસાઈટે કરેલા સર્વેમાં ૪૧ ટકા લોકોએ કબૂલ્યું કે તેઓ જ્યારે સ્ટ્રેસમાં હતા ત્યારે તેમની ખાવા-પીવા અને સુવાનું અનિયમિત થઈ ગયું હતું. ૩૯ ટકા લોકોના સ્વભાવમાં અચાનક ચિડીયાપણુ આવી ગયું જ્યારે ૩૬ ટકા લોકોની પ્રોડક્ટિવિટી ઘટી ગઈ. અત્યારનું સ્પર્ધાત્મક વાતાવરણ અને પર્સનલ સમસ્યાઓના કારણે પણ સ્ટ્રેસ વધે છે.
નકારાત્મક વિચારોને દૂર કરવાના ઉપાયો :
- દરરોજ કોઈ બુક વાંચવાથી મગજ સારું રહે છે અને મગજને માનસિક શાંતિ મળે છે. આવું કરવાથી તમે તમારી જાતને પણ સમય આપી શકો છો અને દરરોજ રૂટીન લાઈફથી બહાર નીકળીને કંઈક નવું વિચારવું. એક દિવસ પોતાની પંસદ અનુસાર બુકના 15-20 પેજ વાચવાથી તમારા વિચારો અને દરેક વસ્તુને જોવાનો તમારો દ્રષ્ટીકોણ બદલાય જશે. તેમજ તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
2. તમારું મનગમતું કામ અથવા તમારી કોઈ હોબી, જેમ કે, ખાવાનું બનાવું, પેઈન્ટિંગ કરવી, લખવું , વાંચવુ, લોકો સાથે વાત કરવી, તમારી પસંદની રમતો રમવી. આ એક્ટિવિટી કરવાથી તમારા મગજમાં ખોટા વિચારો નહીં આવે અને બીજી જગ્યાએ તમારું મન લાગ્યું રહેશે, સાથે તેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક નવો શોખ વ્યક્તિએ પંસદ કરવો, તેનાથી મગજને 30 ટકા રાહત મળે છે અને કોઈ પણ કામમાં તમે વધારે એક્ટિવ થઈ જાવ છો.
3.મેડિટેશન તમારા મગજમાંથી નકારાત્ક વિચારોને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ મેડિટેશન કરવાથી મગજને આરામ મળે છે અને યાદશક્તિ વધે છે. તેમજ તમારા વિચારોમાં સકારાત્મકા આવે છે. મેડિટેશન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે એટલા માટે તેની શરૂઆત 10 મિનીટ કરવી અને પછી ધીમે ધીમે સમયને 30 મિનીટ સુધી વધારવી. તે તમને તણાવમુક્ત રાખવામાં મદદ કરશે. તેમજ તમને શાંતિ લાગશે અને ખોટા વિચારો પણ નહીં. તમે ઘરે બેઠા બેઠા પણ મેડિટેશન કરી શકો છો.
4. દરરોજ કસરત કરી શકો છો જેથી માનસિક તણાવ પણ દૂર થઇ અને સાથે સાથે આપણા શરીરને પણ સ્વસ્થ અને ફિટ રહે છે.