સંયુકત રાષ્ટ્ર સંઘે જયારે મહિલા દિવસ મનાવવાનો નિર્ણયો લીધો ત્યારે તેઓએ તેની સાથે ત્રણ શબ્દોનું એક સ્લોગન આપેલ હતું. તે છે ઇકવાલીટી ડેવલોપમેન્ટ અને પીસ એટલે કે સમાનતા, પ્રગતિ તથા શાંતિ તેનો ભાવ એ છે કે નારીને આજના સમાજમાં જે બરાબરનો દરજજો નથી આપવામાં આવતો તે આપવામાં આવે અને દેશ સમાજ તથા વિશ્ર્વની પ્રગતિમાં તથા શાંતિ સ્થાપવામાં તેમનું પણ યોગદાન રહે, એવું નહી કે તેનું કાર્યક્ષેત્ર ઘરની ચાર દિવાલ જ બની રહે.
દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવતાં હોય છે, પરંતુ મહીલા કઠીન ૫રિસ્થિતિમાં પણ યાતનાઓને સહન કરી પોતાના આવેગો પર નિયંત્રણ રાખવાનમાં અધિક કુશળ છે તે પોતાના ભાવનાઓને વ્યકત કરવામાં અધિકતર હિંસાત્મક રીત અપનાવતી નથી.પ્રકૃતિની જેમ નારીમાં સ્વાભાવિક સંસ્કાર જેવા કે-દયા, સહનશીલતા, ધેર્યતા, ઉદારતા અને દાતાપન હોય છે. જેવી રીતે પ્રકૃતિ પોતાની અસીમ સંપદાથી વિશ્ર્વને સંપન્ન કરે છે. તેવી રીતે નારી પોતાના દરેક કાર્યથી પરિવારમાં ઉન્નતિ અને સંપન્નતા લાવવાના પ્રયત્ન કરે છે.
ઉદાહરણ તરીકે, પ્રકૃતિના પાણીના ચક્રને લઇએ તો… સમુદ્રનું પાણી જયારે સૂર્યની ગરમીથી વાદળા બની, ખેતરો અને પહાડો, મેદાનોમાં વરસે છે તો જડ-ચેતન બધાં જ પ્રકૃતિની આ દેનથી ખીલી ઉઠે છે. તેવી રીતે… નારી પણ અનેક પરિસ્થિતિઓને ગમે તે રીતે સહન કરી પરીવારના સદસ્યોને પ્રેમ, સરળતા, મમતાથી હર્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. તેના આ ગુણ રુપી મોતીઓથી ઘરને સુરક્ષિત રાખે છેે અનેક એવી નારીના ચરિત્રોથી ઇતિહાસ ગૌરવંતિત થયો છે.ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ અંગ્રેજો વિરુઘ્ધ સાહસ અને વીરતાનો પરીચય આપ્યો. અહલ્યાબાઇએ નિમિત ભાવ ધારણ કરી પોતાની રાજયની બાગડોર સફળતાપૂર્વક સંભાળી. માતા જીજાબાઇએ સુપુત્ર વીર શિવાજીને બાલ્યકાળથી જ નિર્ભયતા, વિરતાનો પાઠ ભણાવી ચરિત્રવાન બનાવ્યા. સરોજીની નાયડુએ ભારતીય સ્વંતત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, માઁ મહાલસાએ પોતાના દરેક બાળકોને આત્મજ્ઞાનના પાઠ ભણાવી અલૌકિક માર્ગની તરફ અગ્રેસર કર્યા. અંત: નારીના અંતરમનમાં શકિતઓનો સજસ્ત્ર સ્ત્રોત છે.
જયારે તેને અવરસ મળ્યો ત્યારે તેણે સ્વયંને સર્વશ્રેષ્ઠ અને સૂર્યાગ સિઘ્ધ કરેલ છે હવે, જયારે સ્વયં પરમપિતા શિવ પરમાત્મા અવતરીક થઇ ઇશ્ર્વરીય જ્ઞાન આપી રહ્યા છે. તેમણે જ્ઞાનનો કળશ બહેનો અને માતાઓના શિર પર મુકયો છે….. તેથી નારીએ વિશ્ર્વ કલ્યાણના આ મહાન કાર્યમાં સ્વયંને લગાવી સ્વયંને ગુણોથી સજાવી શ્રેષ્ઠ સબૂત આપવાનું છે.
આપણી સંસ્કૃતિ એટલે વંદે માતરમની સંસ્કૃતિ, માતાઓ અને બહેનોનું ઘણાં સમય સુધી વર્ચસ્વ રહ્યું છે. જયાં દેવી દુર્ગા, લક્ષ્મી, સીતા, સાવિત્રી… શકિત, સમૃઘ્ધિ, સતિત્વ અને ત્યાગથી ચૈતન્ય પ્રતિમૂર્તિ બન્યા…. તો બીજી તરફ આન-બાન અને શાન માટે કુર્બાની પણ આપી… આ તે દેશ છે જયાં કૌશલ્યા એ મર્યાદા પુરુષોતમ રામને જન્મ આપ્યો. જયાં દેવકીએ ત્યાગ અને યશોદાના અનુરાગમાં ધર્મવીર અને કર્મવીર કૃષ્ણ જન્મ્યા. ભકત પ્રહલાદ, ધ્રુવ અને અઘ્યાત્મ પુરુષ, રામકૃષ્ણ અને વિવેકાનંદની જન્મભૂમિ તો સાથે સાથે કેટલાય સંત-મહાત્માઓ અને દિવ્ય પુરુષોની કર્મ અને સંસ્કાર ભૂમિ આ ભારત માતા છે.
કોઇપણ દેશ સમાજ કે સભ્યતાની સંસ્કૃતિનો સીધો સંબંધ ત્યાં નિવાસ કરનાર પ્રત્યેક જનમાનસના સંસ્કારો સાથે છે અને સંસ્કારોનો સંબંધ મનુષ્યની આત્મા સાથે છે…. આત્મામાં જ સારા અને ખરાબ સંસ્કારોની સ્મૃતિ અંકિત રહે છે. અને આ સ્મૃતિ જ મનુષ્યના સ્વભાવ અને સંસ્કાર બને છે તેથી બાળકોના સંસ્કાર શ્રેષ્ઠ બનાવવાની સૌથી પહેલી અને સૌથી મોટી જવાબદારી માતા પર છે.