આ ઇવેન્ટને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવી છે. અને પ્રત્યેક વિભાગના તમામ  સ્પર્ધાકોનું નિષ્ણાંતો દ્વારા મુલ્યાકન કરવામાં આવશે.

બાળકના વિકાસમાં માતાની સચોટ ભૂમિકાને લઇ મી.એન્ડ મોમના નવિનત્તમ ક્ધસેપ્ટમાં માતા બાળકનું સંયુકત સ્ટેજ એપીરીયન્સ: ૩  માર્ચે યોજાનાર આ કાર્યક્રમને લઇ આયોજકો ‘અબતક’ને આંગણે.

રાજકોટમાં સમયાંતરે હેલ્ધી બેબી કોમ્પીટીશનના બેનર તળે અનેક કાર્યક્રમ યોજાતા હોય છે. પરંતુ તેમાં બાળકોના સર્વાગી મુલ્યાંકન કરવાની પઘ્ધતિનો અભાવ જણાતો હોય છે. ત્યારે રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી એડર્વટાઇઝીગ તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત એવી કેમ્પેઇન એડર્વઠાઇઝીંગ દ્વારા એક નવીનતમ પ્રકારેુ બાળકોમાં રહેલ ટેલેન્ટ તેમજ ખામી ને અલગ તારવીને સોફટ સ્કીલ ટ્રેઇનરના સહયોગથી પેરેન્ટસ સુધી પહોચાડવાનો નવીતમ પ્રયાસ આગામી ૩ માર્ચ ૨૦૧૯ ના પ્રમુખ સ્વામી ઓડીટેરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

અબતકની મુલાકાતે આવેલ ધર્મેશભાઇ શાહે કહુું હતું કે, તદપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વાર મી એન્ડ મોમ ના નાવીન્યસભર ક્ધસેપ્ટ સાથે માતા તથા બાળક બન્ને ને સ્ટેજ પર પોતાની સ્કીલ રજુ કરવાની સુંદર તક મળશે. વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાંત જજની પેનલ દ્વારા માતા-બાળકને પેરંટીગ, ચાઇલ્ડ કેર, ફુડ-ફીટનેશ, ફેમીલી બોન્ડીંગ જેવી બાબતોના સવાલ જવાબોનું આદાન પ્રદાન કરવામાં આવશે અને શ્રેષ્ઠ જવાબ આપનાર તેમજ ઓવરઓલ ઉત્તમ પર્ફોમન્સ આપનાર માતા-બાળકને આગામી દિવસોમાં યોજાનાર એવોર્ડ સેરેમનીમાં પુરષ્કૃત કરવામાં આવશે. આ નાવીન્યસભર ઇવેન્ટને દેશ વિદેશની અનેક પ્રખ્યાત કંપનીઓનો સહયોગ મળી રહ્યો છે.

રાજકોટ શહેરના ખ્યાતનામ આરવ ચાઇલ્ડ હોસ્પિટલના ડો. તત્સ જોષી અને તેમની ટીમના સ્પેશ્યાલીસ્ટ એવા ૧પ થી વધારે પીડીયાટ્રીશ્યયનના સીધા માર્ગદર્શનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકનું વૈજ્ઞાનિક પઘ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. સાથે સાથે ફેશન જગતની દિગ્ગજ હસ્તી દ્વારા બાળ સ્પર્ધકોના પહેરવેશ તેમની સ્ટાઇલ અને તેમનામાં રહેલ અન્ય ખુબીઓના આધારે મુલ્યાંકન કરી વિજેતા જાહેર કરવામાં આવશે.

આ ઇવેન્ટમાં ત્રણ વિભાગમાં વહેચવામાં આવી રહ્યુ છે. ૬ માસથી ૧ વર્ષ સુધીના, ૧ વર્ષથી વધુ અને ૩ વર્ષ સુધીના તેમજ ૩ વર્ષથી વધુ અને પ વર્ષ સુધીના પ્રત્યેક વિભાગના તમામ સ્પર્ધકોનું વિવિધ નિષ્ણાંતો દ્વારા અલગ અલય પઘ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વિભાગના વિજેતાઓને ૧૦ માર્ચ ૨૦૧૯ના રોજ એવોર્ડ સેરેમનીમાં સન્માનવામાં આવશે. તેમ જ શહેરના અગ્રણી રેડીયો સ્ટેશન એમ એફએમ ૯૪.૩ માં ગેસ્ટ રેડયો જોકી બનવાની પણ તક આપવામાં આવશે. આ સમગ્ર ઇવેન્ટ ફેસબુક પર લાઇવ પ્રસારીત થશે.

હાલ આ સ્પર્ધાના ફોર્મ ૧) બીગ બજાર ૧૫૦ ફુટ રીંગ રોડ,  ર) પૂજા હોબી સેન્ટર, ૩) સ્નેપ કીડસ સ્ટોર, ૪) અનિલ ટાઇમ્સ પ) કે.કે. ટોયર્સ, ૬) ઉડાન ફાટા, ૭) ડોલ્ડ એન્ડ ડયુડ ઇન્ટરનેશનલ પ્રી સ્કુલ, ૮) કંકુ એનએકસ રોટરી કલબ લાઇબ્રેરી, અને ૯) ડોરીમી ૪ નિરજન એપાર્ટમેન્ટ ર, યોગીદર્શન કાલાવાડ રોડ રાજકોટથી મળશે. વધુ વિગત માટે આ ઇવેન્ટના કો.ઓડિનેટર ફાલ્ગુની ધર્મેશ શાહ ૯૫૧૨૭ ૬૧૨૫૩ પર સંપર્ક કરવા યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.