કરોડો રૂપિયાની કિંમતનો 87 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી મળી આવ્યો
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ દ્વારા અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસથી એક્સ્ટસી ડ્રગ્સ તરીકે ગણાતા એમડીએમએ ડ્રગ્સ ભરેલું પાર્સલ જપ્ત કર્યું હતું. 87 ગ્રામ જેટલા ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા જેટલી અંદાજવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં નેધરલેન્ડથી આ પાર્સલ દમણ ખાતે મોકલવાનું હતું. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડીઆરઆઇના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું છે.
જે બાતમીને આધારે તપાસ કરતા નેધરલેન્ડથી આવેલા શંકાસ્પદ પાર્સલમા તપાસ કરતા ગ્રે રંગથી કોટેડ કરેલી 87 ગ્રામ જેટલી ટેબલેટ મળી આવી હતી.
જે અંગે ફોરેન્સીક એક્સપર્ટની મદદ લઇને તપાસ કરતા એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું હતુ. જે કરોડોની કિંમતનું હતું. આ ડ્રગ્સ હાઇરેંજની ડ્રગ્સ પાર્ટીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાર્સલને દમણ ખાતે મોકલવાનું હતું. ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે 26 જૂન 2023ના રોજ ફોરેન પોસ્ટ ઓફિસ અમદાવાદ ખાતે બે પાર્સલ અટકાવ્યા હતા.આ બે પાર્સલ નેધરલેન્ડથી આવ્યા હતા અને તેને દમણ નજીકના સ્થળે મોકલવાના હતા.
બંને પાર્સલમાંથી એમડીનો જથ્થો જપ્ત કર્યો
ડીઆરઆઇએ જપ્ત કરેલી બરણીમાં રંગબેરંગી પ્લાસ્ટિકની માળા હતી. જો કે ઢાંકણની નીચે ચાંદીના રંગનું પાઉચ ચુસ્તપણે છુપાવેલું હતું. આ પાઉચ ખોલતા નાની ગ્રે રંગની ગોળીઓ મળી આવી હતી. એક પાઉચમાં સફેદ પાવડર પણ હતો. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓએ બંને શંકાસ્પદ નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને બે પાઉચમાં એમડીએમએ હોવાની પુષ્ટિ કરી હતી. ડીઆરઆઈએ બંને પાર્સલમાંથી 87 ગ્રામ એમડીનો જથ્થો જપ્ત કર્યો હતો.