- રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુકેલા તમામ પ્રશ્ર્નો પ્રત્યે એમડીનો હકારાત્મક અભિગમ: ચીફ ઈજનેરોથી લઈ ડે. ઈજનેરો સુધીના અધિકારીઓને પણ ઉપસ્થિત રખાયા
- ગ્રામ્ય વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ અને એમબીસીસી ઈન્ટરનેશનલ પ્રોજેકટ ઉપરાંત 80 ફીડરો માટે ટેન્ડરીંગનું કામ ચાલુ, તેનાથી મોટાભાગના પ્રશ્ર્નોનું નિવારણ આવી જશે: એગ્રેીકલ્ચર માટે 88 કરોડનો પ્રોજેકટ મંજુર, મેઈન્ટેનન્સ માટે તાત્કાલીક ટીમો ફાળવાશે: એમડી પ્રીતિ શર્મા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પીજીવીસીએલ એમડી પ્રિતી શર્મા મેડમ, ચીફ એન્જીનીયર (ટેક) આર. સી. પટેલ, ચીફ એન્જીનીયર (પ્રોજેકટ) આર. જે વાળા, તથા સિનિયર વિવિધ સબ ડિવીઝનને અધિકારીઓ સાથે વિજળીને લગતા વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા કોર્પોરેટ ઓફિસ, ખાતે ઓપન હાઉસ યોજવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિવિધ એસોસીએશનના હોદેદારો તથા અરજદારો હાજર રહ્યા હતા.
પીજીવીસીએલના એમડી પ્રિતી શર્મા મેડમએ રાજકોટ ચેમ્બર દ્વારા કરાયેલ રજુઆતોના પ્રત્યુતરમાં જણાવેલ કે, ખાસ કરીને રૂરલ એરીયામાં જયાં જયાં ટ્રીપીંગની સમસ્યા આવે છે તે માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ તેમજ એમબીસીસી ઈન્ટરનેશનલ પ્રોજેકટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ નેટવર્કને સ્ટ્રોંગ કરવા માટે આશરે 80 જેટલા ફીડરો માટે ટેન્ડરીંગનું કામ ચાલી રહ્યું છે. જેથી કરીને મોટાભાગના વિજળીના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. તેમજ એગ્રીકલ્ચરને પુરતો પાવર મળી રહે તે માટે આશરે 88 કરોડનો પ્રોજેક્ટ એપ્રુવ કરાયેલ છે. તેમજ મેઈન્ટેનન્સ માટે પણ તાત્કાલીક ટીમ ફાળવવામાં આવશે. આમ એમડીએ આ ઓપન હાઉસને ખુબ જ ગંભીરતાથી લઈ ત્વરીત પગલા લેવાનું આશ્વાસન આપેલ હતુ.
ત્યાર બાદ વિવિધ એસોસીએશનોના પ્રતિનિધિઓ તથા આમ જનતાઓ દ્વારા પોત પોતાના વ્યકિતગત પ્રશ્ર્નો જેવા કે નવા મિટર કનેકશન, લોડ વધારો, સ્માર્ટ મિટર, થ્રી ફેઈઝ કનેકશન, નામ ટ્રાન્સફર, વિગરે અંગેની રજુઆતો કરવામાં આવેલ હતી.
આમ આ ઓપન હાઉસમાં એમડી પ્રિતી શર્મા એ તમામના પ્રશ્નોને શાંતિપુર્વક સાંભળી અને હકારાત્મક અભિગમ દાખવેલ હતો. તેમજ રાજકોટ ચેમ્બ2એ મધ્યસ્થી રહી આ ઓપન હાઉસમાં મોટાભાગના પ્રશ્ર્નોનું પીજીવીસીએલના એમડી તથા અધિકારીઓએ સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવેલ હતું અને રાજકોટ ચેમ્બરની આ કામગીરીને વધાવેલ હતી,
આ કાર્યક્રમના દિવસે જ રાજકોટ ચેમ્બર દ્વારા ચીફ એન્જીનીયર (ટેક) આર. સી. પટેલએ જે બહોળા અનુભવનો યોગદાન આપેલ હતું તેમજ ખુબ જ ખંતથી કામ કરેલ છે તે બદલ વિદાય સમારંભ યોજી શાલ-બુકે આપી સન્માનીત કરેલ હતા.