ગુજરાતભરમાં કુલ ૧૬૧ તબીબોની બદલી
મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેકિંગ અંતર્ગત આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ સચિવાલય દ્વારા ગુજરાતભરમાં મેડિકલ કોલેજના ૧૬૧ જેટલા તબીબ શિક્ષકોની બદલી કરવામાં આવી હતી.
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ સચિવાલય દ્વારા મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ આધારે જુનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને સુરતની મેડિકલ કોલેજના ૧૬૧ તબીબ શિક્ષકોની રાતોરાત બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૪૭ જેટલા તબીબ શિક્ષકોની બદલી કરવામાં આવી છે.
દિલ્હી સ્થિત મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા (એમ.સી.આઈ) કે જે સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજને માન્યતા આપે છે તેના દ્વારા ચેકિંગને રાજકોટ, જુનાગઢ, ભાવનગર, વડોદરા અને સુરત સહિતના કુલ ૧૬૧ પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપકની બદલી કરવામાં આવી છે.
જેમાં પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટના ૪૭ જેટલા તબીબ શિક્ષકની બદલી કરવામાં આવી છે.