ફક્ત ૩૬ મિનિટમાં કમાયા હતા ૧૮૪૫ કરોડ રૂપિયા

ફોર્બ્સ મેગેઝીને  બુધવારે હાઇએસ્ટ પેડ સ્પોર્ટ્સ સ્ટાર્સની યાદી જાહેર કરી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે મુજબ અમેરિકન બોક્સર ફ્લોયડ મેવેદર આ યાદીમાં ટોપ પર રહ્યા. તેમની કમાણી ૧૯૧૩.૩ કરોડ રૂપિયા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ રકમનો મોટો ભાગ ૧૮૪૫.૨ રૂપિયા કમાવવામાં ફક્ત ૩૬ મિનિટ લાગી હતી. તેમણે આ રકમ ૨૭ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ જીતી હતી. ફ્લોયડ મેવેદર અને કોનોર મેકગ્રેગર વચ્ચે આ હાઇ પ્રોફાઇલ ફાઇટ બોક્સિંગ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફાઇટ હતી. આ ફાઇટ માટે ૬૦૦ મિલિયન ડોલર દાવ પર લાગ્યા હતા, એટલે લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયા. તેમાં ફાઇટ જીતનારને ૨૭૫ એટલે કે ૧૮૪૫.૨ કરોડ રૂપિયા મળ્યા હતા. લાસ વેગાસમાં યોજાયેલી આ પ્રોફાઇલ ફાઇટને ૨૨૦ દેશોમાં લાઇવ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી.

એમએમએ બોક્સર સાથે થયેલી ફાઇટ વડે મળેલી રકમ વડે મેવેદરની કુલ કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. હવે તેમના કેરિયરની કુલ કમાણી એક બિલિયન ડોલરથી વધુ થઇ ગઇ છે, એટલે કે ૬૭.૧ અરબ રૂપિયા. તે ત્રીજા ખેલાડી છે, જેના કેરિયરની કમાણીની રકમ ૧૦ ફીગરમાં પહોંચી ચૂકી છે. મેવેદર ઉપરાંત બાસ્કેટ લેજેંડ માઇકલ અને ગોલ્ફર ટાઇગર વુડ્સ જ આમ કરી શક્યા છે.

મેવેદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પૈસા પર ઉંઘતો ફોટો ઇંસ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. લક્સરી કારોના શોખીન આ બોક્સર વિશે કહેવામાં આવે છે કે તેમને પૈસાનો દેખાડો કરવો ખૂબ પસંદ છે.

એકવાર તેમણે ૪ મોડલને પૈસાની ગણતરી કરવા લગાવી દીધી હતી. તેમના મિત્રોની યાદીમાં પોપ સ્ટાર જસ્ટીન બીવર જેવા નામ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.