ઉપપ્રમુખ પદે મંજુબેન માંકડીયા: પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રાવડિયાની દરખાસ્તને તમામ સભ્યોએ વધાવી લીધી
બંને નવનિયુક્ત હોદ્દેદારો ઉપર અભિનંદનનો ધોધ વહયો: ગરિમાપૂર્ણ નિમણૂંક ઉડીને આંખે વળગી
આજે સવારે યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂટણીમાં પ્રમુખ પદે ક્રિષ્નાગ્રૃપના ઘરોદર મયુરભાઇ સુવા બિન હરીફ ચૂટાઇ આપતા ભાજપના કાર્યકરો આગેવાનોએ અભિનંદન પાઠવી આવકારણે હતી.
નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂટણી યોજાઇએ પૂર્વ પ્રદેશ ભાજપના આદેશથી જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરીયા દ્વારા અપાયેલા મેન્ટેડનો કરવને લઇ શહેર ભાજપના પ્રભારી કિશોરભાઇ શાહ તથા પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા સર્કિત હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યા ભારતીય જનતા પાર્ટીના નગર પાલિકાના તમામ 28 સભ્યો હાજરી મેન્ટેન્ડનું કવર ખોલવામાં આવતા પ્રમુખ તરીકે મયુરભાઇ ગોવિંદભાઇ સુવા તથા ઉપપ્રમુખ તરીકે કાન્તીભાઇ માકડિયા નામ આવતા તમામ સભ્યોએ આ બંન્ને નામને તાલીઓના ગગડાતથી વધાવી લીધા હતા. ત્યાથી તમામ 28 સભ્ય નગરપાલિકાના સભાખંડમાં 11 વાગે પહોંચ્યા હતા.
સભાખંડના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરની મીયાણીના અધ્યક્ષ સાથે ચૂંટણીની કાર્યવાહી હાથ ધરતા ભારતીય જનતા પાટીના ઉમેદવાર તરીકે મયુરભાઇ ગોવિંદભાઇ સુવાની દરખાત પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડિયાએ મૂકી હતી. જયારે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે રિયાજભાઇ બાલવાભાઇ દિગાંરાએ દાવેદારી નોંધાવી હતી. બન્ને સામે અકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારનુ ફોર્મ ટેકનીકલ કારણાંરા રદ થતા પ્રમુખ પદે મયુરભાઇ સુવા બિન દરાફ વિજય બન્યા હતા. જયારે ઉપપ્રમુખ તરીકે ભાજપ વતી મંજુલાબેન કાન્તીભાઇ માકડિયાએ ફોર્મ રજી કરતા તેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી નોંધાવતા મતદાન થતા મંજુબેન માકડિયા ઉપપ્રમુખ તરીખે ચૂંટાઇ આવ્યા હતા. ચૂટાયેલા બંન્ને હોદેદારોને જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડારામા, શહેર પ્રભારી કિશોરભાઇ શાદ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા, શહેર ભાજપના પ્રમુખ રમણીકભાઇ ઠુમર, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડિયા, યાર્ડના પ્રમુખ માઘવજીભાઇ પટેલ, પૂર્વ નગરપતી દાનભાઇ ચંદ્રવાડિયા, રણુભા જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન નિકૃલભાઇ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા સહિત ભાજપના હોદેદારો આગેવાતા કાર્યકરતાઓ દ્વારા ફુલહાર કરી શહેરના મુખ્ય માર્ગ ઉપર વિજય સરઘર્ષ નિકરવ્યું હતું.