જે.એમ.જે. ગ્રુપના ડાયરેકટરના નિર્ણયને ઠેર ઠેરથી આવકાર મળ્યો: લગ્નપ્રસંગે અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
૮૫ દિકરીઓને કન્યા દાન આપી પોતાના ગૃહસ્થજીવનનો પ્રારંભ કરનાર મયુરધ્વજસિંહ જાડેજા ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. તેમણે ૮૫ દિકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજીને પોતાનો સંકલ્પ પૂરો કર્યો છે. અબતક, રાજકોટ જે.એમ.જે. ગ્રુપના મેનેજીંગ ડીરેકટર મયુરધ્વજસિંહ જાડેજાના લગ્ન પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ આ તકે મયુરધ્વજસિંહજીની ઈચ્છા હતી. કે મારા લગ્ન પ્રસંગે ગરીબ મા-બાપની દિકરીના પણ લગ્ન થાય જે આ તકે મયુરધ્વજસિંહજી દ્વારા જ ૮૫ દિકરીઓના ભવ્ય લગ્ન કરાવવામાં આવ્યા હતા. તથા તેમને કરીયાવર પણ આપવામાં આવ્યો હતો. આ તકે કુંવરજીભાઈ બાવળીયા, ભરત બોઘરા, રાજકોટના રાજવી માંધાતાસિંહ રાજકોટ શહેર ભાજપના કમલેશ મિરાણી, લાખાભાઈ સાગઠીયા તથા જયેશભાઈ રાદડીયા સહિતના રાજકીય સામાજીક આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. મયુરધ્વજસિંહ ૮૫ નવદંપતિઓને શુભકામના પાઠવવામાં આવી હતી.
મયુરધ્વજસિંહ એમ. જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજથી પાંચ સાત વર્ષ પહેલા કોલેજમાં અભ્યાસ કરતો હતો. ત્યારે સમૂહ લગ્નમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતુ તે સમયે નકકી કરેલું કે જયારે હું લગ્ન કરીશ ત્યારે મારી ક્ષમતા મુજબની દીકરીઓને હું ક્ધયાદાન આપીશ પરણાવીશ આજે ખૂબ સારી અનૂભૂતી થાય છે. ખૂબ સંતોષ થાય છે. એથી વિશેષ શું જોઈએ.
મયુરધ્વજસિંહજીને સલામ કરવાનું મન થાય છે: કમલેશભાઈ મિરાણી
કમલેશભાઈ મિરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે જેએમએસ ગ્રુપના મયુરધ્વજસિંહ દ્વારા ૮૫ જેટલા નવદંપતિઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના કાર્યક્રમમાં હાજરી આપી છે ખાસ કરીને મયુરધ્વજસિંહજી ને સલામ કરવાનું મન થાય કે ૮૫ નવદંપતિની સાથે સાથે પોતાની આજે લગ્ન ગ્રંથીથી જોડાય રહ્યા છે. આવડી નાની ઉંમરમાં આવો વિચાર આવવો એ ખૂબજ મહત્વનો છે આ સમાજે મને કાઈક આપ્યું છે. અને આ સમાજને મારે કાઈક આપવું છે એવી શુભકામનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારા ખ્યાલ પ્રમાણે સમગ્ર ગુજરાતમં આવો કાર્યક્રમ કોઈએ કર્યો નથી. મયુરધ્વજસિંહ ધારે તો વિદેશમાં પણ લગ્ન કરી શકે છે.
સમાજને ખૂબજ સારો મેસેજ: લાખાભાઈ સાગઠીયા
લાખાભાઈ સાગઠીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આજે જે.એમ.જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા સમુહ લગ્નનું આયોજન કરેલ છે. તેમાં ખૂબ સારો મેસેજ આપવામાં આવ્યો છે. કે મયુરધ્વજસિંહ લગ્ન સાથે સાથે નાના-માબાપની દિકરીઓ હોય તેમને પણ સમુહ લગ્નનનું આયોજન કરી એમને સાથે જોડી આજે સર્વજ્ઞાતિની ૮૫ દિકરીનાં સમુહ લગ્નનું આયોજન કરેલ છે. આજે મયુરધ્વજસિંહના પણ આજે લગ્ન છે. તે બદલ મયુરધ્વજસિંહને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આ કાર્ય બદલ જાડેજા પરિવારને શુભેચ્છા: કુંવરજીભાઈ બાવળીયા
કુંવરજીભાઈ બાવળીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટના આંગણે જે.એમ.જે. ગ્રુપ અને તેમના મયુરધ્વજસિંહજી અને તેમના પિતાજીએ આજે એક ખૂબ સરસ કાર્ય કર્યું છે. ઘણા લોકો કરી શકતા નથી. તેમણે ૧૨૫ યુગલોને સમુહ લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ સમય ટુંકો હોવાથી ૮૫ જેટલો સર્વજ્ઞાતિના યુગલોને સમુહ લગ્નમાં જોડીને એમનો સંકલ્પ પૂરો થાય છે. પોતાના લગ્ન કરતા પહેલા આવુ સરસ કાર્ય કરવું એ બદલ મયુરધ્વજસિંહ અને તેમના પરિવારને શુભેચ્છા પાઠવું છું.
રાજ પરિવાર વતી ખૂબ શુભેચ્છા: માંધાતાસિંહ
માંધાતાસિંહએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે જયારે મયુરધ્વજસિંહજીના લગ્ન છે. ત્યારે એમના લગ્ન પ્રસંગે એકનૂતન પરંપરાનું નિર્માણ થયું છે. ૮૫ સર્વજ્ઞાતિના સમુહ લગ્નનો ઉત્સવ છે. ત્યારે રાજકોટના રાજપરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું પોતાના જીવનમાં શુખ સંપન્ન ઐશ્ર્ચર્ય પ્રાપ્ત કરે અને સફળ બને એ માટે માં આશાપૂરાના ચરણોમાં પ્રાર્થના કરૂ છું.
તમામનું દાંપત્ય જીવન ખૂબજ સુખમય બને: શૈલેષ ડાંગર
શૈલેષભાઈ ડાંગર (વ્યવસ્થાપક) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ઘંટેશ્ર્વર ખાતે મયુરધ્વજસિંહ જાડેજા ઉદ્યોગપતિ છે જેણે રાજકોટમાં નેમલીધી હતી કે મારા લગ્ન પ્રસંગ પર ૧૦૦ દીકરીઓને પરણાવીશ. ત્યારે ટુંકો સમય હોવાથી ૮૫ દિકરીઓને આજે પરણાવે છે. વર અને ક્ધયાને ખૂબ ખૂબ શુભકામના આપું છું આવનારા દિવસોમાં આવતા સમયમાં તેમનું દાંપત્ય જીવન ખૂબ શુખમય અને સારૂ રહે તેવી શુભકામના આપું છું.
વિશ્ર્વ આખુ એક કુટુંબનો સંદેશો: ગજેન્દ્રસિંહ ઝાલા
ગજેન્દ્રભાઈ ઝાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે બહુજ ખુશીની વાત છે. અમારો ટારગેટ તો ૧૦૮ દિકરીઓનો હતો પરંતુક સમયની અછતના કારણે ૮૫ જેટલી દિકરીઓને પરણાવીએ છીએ. કરીયાવરમાં નાની મોટી સોનાની વસ્તુ ચાંદીની વસ્તુ છે. જીવન જરૂરી વસ્તુઓ તથા કબાટ, પલંગ, વાસણ જેવી વસ્તુઓ આપવામાં આવી છે. સમાજને એજ સંદેશ આપવા માંગીએ છીએ કે વિશ્ર્વ આખુ એક કુટુંબ છે. કોઈ જ્ઞાતિવાદ નથી.