• કાલથી બે દિવસ કોન્ફરન્સ: મેયર નયનાબેન પેઢડિયા અને શાસક નેતા લીલુબેન જાદવ જયપુર જવા રવાના

રાજકોટ મહાનગરપાલિકા સાથે ભાગીદારી ધરાવતી એજન્સી ઇકલી સાઉથ એશિયા તથા યુએસએઆઇડીના સંયુક્ત ઉપક્રમે “સાઉથ એશિયા મેયરલ પ્લેટફોર્મ ઓન ક્લિન એનર્જી એન્ડ સસ્ટેનેબલ સિટિઝ” વિષય અન્વયે રાજસ્થાનના જયપુર શહેર ખાતે 22 અને 23 ઓક્ટોબર 2024ના રોજ આયોજિત કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ ભાગ લેશે.

રાજકોટ મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા દ્વારા સતત ક્રિટીકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. કેપેસિટીઝ પ્રોજેકટ થકી રાજકોટ શહેર માટે ક્લાઈમેટ રેસિલિયન્સની દિશામાં જુદા-જુદા પગલા લેવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે “ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવેલ છે.

છેલ્લા 20 વર્ષમાં દક્ષિણ એશિયાના ઊર્જા વપરાશમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. આ વિસ્તારમાં શહેરીકરણથી પ્રેરિત, ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં વીજળીની માંગમાં છેલ્લા બે દાયકામાં વાર્ષિક ધોરણે 5 ટકાનો વધારો થઈ રહ્યો છે, જે વર્ષ 2050 સુધીમાં બમણો થવાની સંભાવના છે. જેમ જેમ શહેરોનો વિકાસ થતો જાય છે તેમ તેમ ઇમારતો, પરિવહન અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ઊર્જાનો વપરાશ વધી રહ્યો છે.

રાજસ્થાનના જયપુર શહેર ખાતે તા.22 અને તા.23 ઓક્ટોબર,2024ના રોજ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, માલદિવ્સ, નેપાળ અને શ્રીલંકા એમ કુલ 6 સુરક્ષિત, ભરોસાપાત્ર અને સ્થાયી ઊર્જાની સુલભતા વધારવાનો છે, જેથી આ દેશની આર્થિક અને ઊર્જા-સુરક્ષાની પ્રાથમિકતાઓને અનુરૂપ વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓને મજબૂત કરી શકાય. આ માળખું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુ.એસ.) અને દક્ષિણ એશિયા(એસ.એ.)ના શહેરના મેયર વચ્ચે જ્ઞાનની આપ-લે અને વિચારોના આદાન-પ્રદાન માટે એક મંચથી સક્ષમ બનાવશે. મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્થિતિસ્થાપક શહેરોના વિકાસમાં મુખ્ય પડકારો અને સફળતાઓને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્લેટફોર્મ નવીન અભિગમો અને તકનિકી પ્રગતિઓ તેમજ શહેરોમાં આર્થિક પુનર્જીવન માટેના અભિગમોના વિનિમયને ઉત્તેજીત કરશે.

એજન્સી યુએસએઆઇડી અને આઇસીએલઇઆઇ દક્ષિણ એશિયાના મદદથી આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ એશિયામાં સ્વચ્છ ઊર્જાના સંક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં, કાર્યલક્ષી વાર્તાલાપ પર ભાર મૂકવામાં આવે છે. આ કાર્યક્રમ થકી અધિકારીઓ અને વિશ્ર્વભરના વરિષ્ઠ ઉર્જા નિષ્ણાંતો એક સાથે મંચ પર આવશે અને ક્લિન એનર્જી જુદા-જુદા દેશોની અધ્યતન સગવડની આપ-લે કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.