Abtak Media Google News

જામનગર સમાચાર

અમદાવાદમાં ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું છે, જેના ચોથા મેચમાં જામનગરની મેયર ઇલેવને વડોદરા ની મેયર ઇલેવન ટીમને પરાસ્ત કરી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે.

વડોદરાની ટીમે પ્રથમ બેટિંગ કરી ૧૮૬ રન બનાવ્યા હતા, જે વિશાળ ટાર્ગેટને જામનગરની મેયર ઇલેવને માત્ર ચાર વિકેટ ગુમાવીને ૧૫.૫ માં મેચ પૂર્ણ કર્યો હતો, અને વિજય પ્રાપ્ત કર્યો છે. જેમાં વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અને ધર્મરાજ સિંહ જાડેજા એ શાનદાર વેટિંગ કરી હતી, જેમાં વિરોધ પક્ષ ના નેતા ધવલ નંદાએ માત્ર ૩૯ બોલમાં ૭૧ રન બનાવી મેન ધ મેચ જાહેર થયા હતા, ઉપરાંત ધર્મરાજસિંહ જાડેજા એ પણ માત્ર ૧૮ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.