રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૧લીમે ી ૩૧ મે સુધી સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ લોક ભાગીદારીી તળાવોને ઊંડા કરવા માટેની કામગીરી શુભારંભ કરવામાં આવેલ છે, આ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાંદરડા રેસકોર્સ-૨ ખાતે અટલ સરોવર ઊંડા ઉતારવાની કામગીરી તેમજ આજીનદી શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૩૧ મે થી જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે.
તે અંતર્ગત રૈયા વિસ્તારમાં સ્માર્ટસિટી મિશન એરિયામાં રેસકોર્સ-૨ ને લાગુ અટલ સરોવર ઊંડા ઉતારવાની કામગીરી ચાલુ છે. સ્ળ મુલાકાત લેતા મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પુર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કશ્યપભાઈ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સાશક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડેપ્યુટી કમિશનર જાડેજા, એડી. સિટી એન્જીનીયર ભાવેશભાઈ જોષી, વિગેર ઉપસ્તિ રહ્યાં હતા. અટલ સરોવર ૩,૬૨,૨૨૫ ઘન મીટર ઊંડું ઉતારવાનો ટાર્ગેટ નક્કી કરેલ છે. જેની સામે ૩,૨૨,૫૦૭ ઘન મીટર કામગીરી એટલે કે ૮૮% ી વધુ કામગીરી પૂર્ણ યેલ છે. ટાર્ગેટ મુજબ કામગીરી વહેલી તકે પુરી કરવા સુચના આપેલ હતી.