રૂ. ૩૩ કરોડના ખર્ચે ત્રણેય ઝોનમાં એક્શન પ્લાનના રસ્તાઓ મઢવાનું કામ ચાલૂ
ચાલુ વર્ષે ચોમાસાની સીઝન ખૂબ લાંબી ચાલેલ તેમજ વરસાદ પણ ખુબ જ પડેલ છે. વરસાદ બંધ થતાની સાથે શહેરના તમામ મુખ્ય માર્ગોમાં પેચ વર્કની કામગીરી પૂરી કરવામાં આવી છે. તેમ મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું.
હાલમાં, ત્રણેય ઝોનમાં એક્શન પ્લાન તથા વરસાદના કારણે નુકશાન થયેલ રસ્તાઓ રીકાર્પેટ-પેવર કામ માટે ત્રણ ત્રણ વોર્ડના ઝૂમખાં બનાવી તેમજ જુદી જુદી એજન્સીઓને કામગીરી સોંપી ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ થાય તે રીતે આયોજન કરવામાં આવેલ.
ચાલુ વર્ષે ત્રણેય ઝોનના એક્શન પ્લાનના રસ્તાઓ પેવર કામ કરવા માટે રૂ.૩૩ કરોડની રકમ ફાળવવામાં આવેલ છે. અને વરસાદના કારણે જે રસ્તાઓ તૂટી ગયેલ છે તેવા રસ્તાઓના રીપેરીંગ માટે રાજય સરકાર દ્વારા રૂ.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવેલ છે. જેમાંથી રૂ.૮.૩૩ કરોડ દરેક ઝોનના રસ્તા કામ માટે ફાળવવામાં આવેલ છે.
સને ૨૦૧૯-૨૦ના પેવર એક્શન પ્લાન હેઠળ વોર્ડ નં.૦૨મા મારૂતીનગર, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, ભોમેશ્વર પ્લોટ, ઇન્કમ ટેક્સ સોસાયટી, વંદન વાટિકા, ૧૫૦ ફૂટ તરૂવર ફ્લેટ રોડ, વોર્ડ નં.૦૩મા ૫૩ ક્વાર્ટર મેઈન રોડ, ગંગોત્રી પાર્ક, શિવદ્રષ્ટિ પાર્ક, શ્રધ્ધા પાર્ક, ઋષિકેશ પાર્ક, અર્પણ પાર્ક વિગેરે રોડના કામો પૂર્ણ થયા છે. વોર્ડ નં.૦૩મા રઘુનંદન સોસાયટીના રસ્તાઓ ડામર રીકાર્પેટ કરવાનું કામ ચાલુ છે.
જયારે વોર્ડ નં.૧૭ના રામ પાર્ક, કૃષ્ણાજી, મીનાક્ષી, ગીતાંજલિ, ગુરુજન, ન્યુ સુભાષનગર ઇ/ઈ, ન્યુ રામેશ્વર, જુનુ સુભાષનગર, વિરાટનગર તથા અન્ય સોસાયટીના રસ્તાના કામો ક્રમશ: હાથ પર લેવામાં આવી રહ્યા છે. વોર્ડ નં.૧૩ના પંચશીલ સોસાયટી, દોશી હોસ્પિટલ મેઈન રોડ, શિવનગર-૧૨ તથા આંબેડકરનગર મેઈન રોડ અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આંબેડકરનગર શેરી નં.૦૯ અને દ્વારકેશ પાર્ક વિસ્તારમાં ડામર રીકાર્પેટના કામો ક્રમશ: હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, મોનસુન ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૦૨,૦૩,૧૩,૧૪ અને ૧૭ના વિવિધ વિસ્તારો જેવા કે કાશી વિશ્વનાથ પ્લોટ મેઈન રોડ, જામનગર મેઈન રોડ પર જામટાવર થી બજરંગવાડી પોલીસ ચોકી, સેન્ટ્રલ જેલ રોડ, પરસાણાનગરની વિવિધ શેરીઓ, વેદવાડી, ઇન્ડસ્ટ્રીઝ એરિયા, કોઠારીયા મેઈન રોડ, ધર્મજીવન મેઈન રોડ, વાણીયાવાડી મેઈન રોડ, પારડી મેઈન રોડ, આનંદનગર મેઈન રોડ થી કોઠારીયા ચોકડી સુધીના પશ્ચિમ તરફના એક બાજુના કોઠારીયા મેઈન રોડનુ ડામર રીકાર્પેટનુ કામ ક્રમશ: હાથ ધરવામાં આવશે.
વોર્ડ નં. ૦૧મા ભરતવન સોસાયટી શેરી નં.૧ અને ૩ તથા લક્ષ્મી રેસીડેન્સી શેરી નં.૧ અને ૩મા રસ્તાને ડામર રીકાર્પેટ કરવાનું કામ તથા વોર્ડ નં. ૦૧મા શાંતિ નિકેતન એ, બી. અને સી માં તુલસી બંગલો ૧ અને ૨ માં તથા શિવ પાર્ક શેરી નં.૧ માં તથા વોર્ડ નં. ૧૨ માં ગોવિંદ રત્ન ગ્રીન સિટી/શનેશ્વર પાર્ક/શ્યામપાર્ક, વોર્ડ નં. ૦૯મા પામ સિટી મેઈન રોડ (પાટીદાર ચોકથી રૈયા રોડ) તથા સાધુ વાસવાણી રોડથી પામ સિટી રોડ તેમજ ટોપલેન્ડ રેસિડેન્સી મેઈન રોડના રસ્તા ડામર રીકાર્પેટ કરવાનું કામ ચાલુ છે. વોર્ડ નં. ૧૦મા વૃંદાવન સોસાયટી, વોર્ડ નં. ૦૮મા સિલ્વર સ્ટોન સોસાયટી-૧ તથા ૨ માં તેમજ તપોવન સોસાયટીના રસ્તાનું ડામર રીકાર્પેટ કરવાનું કામ પૂર્ણ થયેલ છે.
વોર્ડ નં. ૦૪મા જમના પાર્ક, સદગુરૂ રણછોડનગર, વોર્ડ નં. ૦૫ માં રણછોડનગર સોસાયટીના આંતરિક રસ્તાઓ (પાર્ટ) રીકાર્પેટ કરવાનું કામ ચાલુ છે. વોર્ડ નં. ૧૬મા એક્શન પ્લાન અંતર્ગત જુદા જુદા રસ્તાઓના પેચકામ, વોર્ડ ૧૮માં આસોપાલવ તથા ઉત્સવ સોસાયટીમાં ડામર કાર્પેટ કરવાનું કામ ચાલુ છે.
વોર્ડ નં. ૦૪માં જય ગુરૂદેવ પાર્ક, વૃંદાવન પાર્ક, લક્ષ્મણ પાર્ક, મીરાં પાર્ક, પંચવટી પાર્ક, શિવશક્તિ સોસાયટી, શિવરંજની શેરી નં.૧, વોર્ડ નં. ૦૫ માં રત્નદીપ, કેયુર પાર્ક, મારૂતી સોસાયટી, પટેલ પાર્ક વોર્ડ ઓફિસ પાછળની શેરી, પ્રજાપતિનગર , સીતારામ સોસાયટી, રઘુવીર સોસાયટી, માલધારી મેઈન રોડ શાળા નં.૬૭ નાલા પાસેથી બાપા સીતારામ મઢુલી સુધી, વોર્ડ નં. ૦૬મા ધરાહર માર્કેટ પાસેની શેરી અને ગઢિયાનગરની શેરી, બ્રાહ્મણીયા શેરી નં.૬,૭ અને પેટા શેરી, શીંગાળા પ્લોટ શેરી નં.૧, ૨, અને પેટા શેરી, બાળક હનુમાન મંદિર સામેની શેરી, ગાર્બેજ સ્ટેશન અંદરના રસ્તાઓ, સીતારામ મેઈન રોડ, ડેરીના ખુણા સુધી, બેડીપરા સૈફી કોલોનીમાં, મેહુલનગર, ગુર્જર પ્રજાપતિની વાડી પાસેની શેરીના રસ્તાના કામ પૂર્ણ થયેલ છે.
વોર્ડ નં. ૦૪મા ગણેશનગર મેઈન રોડ, તિરૂપતિ પાર્ક, અમૃત પાર્ક, આજી રીવર બેંક રોડ, કાબા કુંભાર શેરી, વોર્ડ નં. ૦૫ માં હનુમાનનગર શેરી, હુડકો ક્વાર્ટર પાસે, વોર્ડ નં. ૦૬ માં પ્રદ્યુમન પાર્ક તરફ જતો મેઈન રોડ, ભાવનગર રોડથી રામનાથપરા બ્રિજ સુધી, સીતારામ મેઈન રોડ ડેરીવાળા ભાગ બાજુ, રામ પાર્ક ટીપી રોડ, આનંદ એવન્યુ ટીપે રોડ, રંગોળી બેકરી ટીપી રોડ, જકાત નાકા ક્રોસ રોડ તથા સેટેલાઈટ પાર્ક ૮૦’ ટીપી રોડ, વોર્ડ નં. ૧૫ માં સીતારામ વે બ્રિજ વાળો રોડ, બાર આજી વસાહત, દૂધ સાગર મેઈન રોડ, ભાવનગર મેઈન રોડ આજી ડેમ ચોકડીથી હદ સુધી, ભગવતી સોસાયટી, ગામેતી મેઈન રોડ, દૂધસાગર મેઈન રોડ પર આવેલ હિન્દનગર, ભાવનગર મેઈન રોડ પર મેરામ બાપા વાડી વિસ્તાર, નવા થોરાળા, વિનોદનગર-૧, નેશનલ હાઈવે પર આવેલ શિવધારા અને શિવનગર સોસાયટી, વોર્ડ નં. ૧૬મા મેહુલનગર મેઈન રોડ, આર.એમ.સી. ક્વાર્ટર, પૂજા પાર્ક, ક્રિશ્ના પાર્કથી નાડોદાનગર, જુના સાગર સોસાયટી, જંગલેશ્વર મેઈન રોડ, મેહુલનગરની વિવિધ શેરીઓ, નીલમ પાર્ક, ગ્રીન પાર્ક, સિયાણીનગર, જુનો સૂર્યોદય, જુનું સૂર્યોદય, ભોજલરામ સોસાયટી, અંકુર સોસાયટી, વોર્ડ નં. ૧૮ માં માલધારી ફાટકથી કોઠારિયા મેઈન રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ સોસાયટી, ગુરૂકૃપા સોસાયટી, પુરૂષાર્થ, લાલ પાર્ક, અમરનાથ સોસાયટી, ગોપાલ પાર્ક, ધારેશ્વર સોસાયટી મેઈન રોડ તથા શેરીઓ, જેટકો પાસે સત્યનારાયણ મેઈન રોડ, જવાહર શેરી નં.૩ના રસ્તાઓના કામ ક્રમશ: હાથ ધરવામાં આવશે.
વિશેષમાં, રાજ્ય સરકાર દ્વારા ૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થનાર છે ત્યારે મેયર બિનાબેન આચાર્યે શહેરના રસ્તાના કામો ૨૬ મી જાન્યુઆરી સુધીમાં વધુ ને વધુ એક્શન પ્લાનના અને પ્રિ-મોનસુન રસ્તાઓના કામો વહેલી તકે પૂર્ણ કરવા તમામ સંબંધિત સિટી એન્જીનીયરોને સૂચના આપી છે.