પૂના, ગોવા, મુંબઇ, ઉદયપુર, મૈસુર અને ન્યુયોર્કમાં આવવા આમંત્રણો મળ્યા
ઉનાળાના આરંભે જ કોર્પોરેશનના મેયર અને ચૂંટાયેલા પ્રતિનીધીઓ માટે આમંત્રણની મોસમ શરૂ થઇ ગઇ હોય તેમ પોતાના પ્રદેશની મુલાકાત લેવા માટે રાજકોટના પ્રથમ નાગરિક ડો.જૈમનભાઇ ઉપાઘ્યાયના દેશ-વિદેશમાંથી અડધો ડઝન વધુ આમંત્રણો મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગામી ૬ થી ૮ માર્ચ દરમ્યાન બેંગાલુ‚ અને મૈસુરમાં યોજાનારા અટલ અમૃત મિશન માટેના પ્રોજેક્ટ અંગેની સાઇટ વિઝીટ લેવા માટે નિમંત્રણ મળ્યું છે .જેમાં ચૂંટાયેલા પ્રતિનિધી તરીકે મહાપાલિકા શાસક પક્ષના નેતા અરવિંદભાઇ રૈયાણી અને વોટર વર્કસ સમિતીના ચેરમેન દલસુખભાઇ જાગાણી હાજરી આપશે. આ ઉપરાંત ૧૫ થી ૧૭ માર્ચ જીયુબીએમ દ્વારા ગોવા ખાતે ફાયનાન્સ અને રેવન્યુ વિષય પર યોજાનારી કોન્ફરન્સ, ૧૬ થી ૧૭ માર્ચ દરમ્યાન ઉદયપુર ખાતે કલાઇમેન્ટ ચેન્જ અંગેની કોન્ફરન્સ, ૨૦ થી ૨૨ દરમિયાન જીયુડીએમ દ્વારા એડમીનીસ્ટ્રેશન અંગેની કોન્ફરન્સ તથા ૨૮ થી ૩૦ માર્ચ દરમ્યાન મુંબઇ ખાતે યોજાનારી પબ્લીક હેલ્થ અંગેના સેમિનારમાં ઉપસ્થિત રહેવા મેયર ડો.જૈમનભાઇ ઉપાઘ્યાયને આમંત્રણ મળ્યું છે.
લો કાર્બન માટે વિશ્ર્વભરના ૯ મેયરોને જે કમીટી રચાઇ છે તેમાં ભારતમાંથી એકમાત્ર રાજકોટના મેયરની પસંદગી કરવામાં આવી છે. આગામી જુન માસમાં ન્યુયોર્ક ખાતે કલાઇમેન્ટ ચેન્જ અને લો કાર્બન વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત રહેવા પણ મેયરને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં મેયર ઉપસ્થિત રહે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે.