“હમ ફીટ તો ઇન્ડિયા ફીટ” એ અંતર્ગત કેન્દ્રિય રમતગમત મંત્રી હર્ષવર્ધનએ અલગ અલગ સેલિબ્રેટીઓને પોત-પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ફિટનેસ ચેલેન્જ કરેલ. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફિટનેસ ચેલેન્જ આપેલ અને તે ચેલેન્જનો વડાપ્રધાનશ્રીએ સ્વીકાર કરેલ છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાની ફિટનેસ પ્રદર્શિત કરતો વિડિયો વાઈરલ કરેલ.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રી ડૉ. જૈમન ઉપાધ્યાયને પણ મળેલ ફિટનેસ ચેલેન્જ તેઓએ સ્વીકારી રોજ સવારે પોતે જે વર્કઆઉટ કરે છે તે વર્કઆઉટનો વિડિયો વાઇરલ કરેલ અને પોતાને મળેલ ચેલેન્જ સ્વીકારી વડોદરાના મેયર શ્રી ભરતભાઈ ડાંગરને ફિટનેસ ચેલેન્જ મોકલેલ છે.
આ ફિટનેસ ચેલેન્જ એકબીજાને મોકલવાનો ખુબ સારો આશય છે. સ્વાભાવિક છે કે, વ્યક્તિ પોતે જ રોજ યોગ, વર્કઆઉટ, કસરત કરે તો તે વ્યક્તિ તંદુરસ્ત રહે અને સાથે સાથે બીજાને પણ તંદુરસ્તી માટે પ્રોત્સાહિત કરે જેથી કરીને સમગ્ર દેશ યોગ, વર્કઆઉટ, કસરત વગેરેથી તંદુરસ્ત રહે તે માટે દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવા જોઈએ. એમ અંતમાં મેયર ડૉ.જૈમન ઉપાધ્યાયએ જણાવેલ.