શ્રાવણ માસમાં પૂજન, અર્ચન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો, ભાવિકો માટે દાળિયા જવા રાજકોટથી તથા ગોંડલથી દર એક કલાકે એસ.ટી.બસની સુવિધા ઉપલબ્ધ રહેશે
શ્રી દાળેશ્ર્વર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઈ ભટ્ટે અખબારી યાદી મુજબ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રીબડા નજીક દાળીયા ગામ મુકામે આવેલ શ્રી દાળેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ સવારે ૯:૩૦ કલાકે યોજાશે અને તેમની સાથે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપના કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રાજકોટ શહેર ચીભડીયા બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે અન્ય કાર્યક્રમો તે પ્રથમ દિવસે સવારે ૫:૩૦ વાગ્યે પાઠયાત્મક લઘુ‚દ્ર કરવામાં આવશે. સવારે ૯:૩૦ વાગ્યે ધ્વજારોહણ સહિત ૧૧:૦૦ કલાકે ભુદેવોની ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવેલ છે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે મહાઆરતી યોજાશે. આ કાર્યક્રમ બાદ બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો સૌ સાથે મળીને મહાપ્રસાદ લેશે. દાળેશ્ર્વર સવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ અનંતભાઈ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આખા શ્રાવણ માસ દરમ્યાન દાળેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ઔદીચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો માટે દરરોજ બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતા તમામ ચીભડીયા બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનોને પુજન-અર્ચન-મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે. મો.નં.૯૮૨૫૦ ૭૮૧૩૧નો સંપર્ક કરવા જણાવાયું છે.