ભાઈબીજના તહેવાર નિમિતે બહેનો માટે સીટી બસ અને બી. આર. ટી. એસ. બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરતા મેયરશ્રી અને કમિશનરશ્રી
બી.આર.ટી.એસ નુ સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ને તા. ૧/૪/૨૦૧૫ થી સીટી બસ સેવાનુ સંચાલન સોપવામાં આવેલુ છે.જેમાં હાલમાં કુલ ૪૪ રૂટ પર ૬૦ મીડી અને ૩૦ સ્ટાન્ડર્ડ બસો દ્વારા સેવા પુરી પાડવામાં આવે છે.
આગામી તા.૦૭/૧૧/૨૦૧૮ થી ૧૧/૧૧/૨૦૧૮ દરમ્યાન દિવાળી, નુતનવર્ષ અને ભાઈબીજના તહેવાર નિમિતે શહેરની સ્કુલ,કોલેજોમાં જાહેર રજા હોય સીટી બસ તથા બી.આર.ટી.એસ.ની બસ સેવા તા.૦૭/૧૧/૨૦૧૮ થી ૧૧/૧૧/૨૦૧૮ સુધી સન્ડે શેડ્યુલ મુજબ બસ સંચાલન કાર્યરત રહેશે. તા.૧૨/૧૧/૨૦૧૮ થી રેગ્યુલર શેડ્યુલ મુજબ તમામ બસો કાર્યરત રહેશે.
વધુમાં તા.૦૯/૧૧/૨૦૧૮ના રોજ ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ રાજપથ લી દ્વારા સંચાલીત સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ સેવામાં તમામ મહીલા મુસાફરોને વિનામુલ્ય(ફ્રિ) મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફ્રિ સેવાનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે, તેમ મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.