ગોંડલ ચોકડીની ટ્રાફિક સમસ્યા હલ કરવા ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવા બદલ ભારત સરકારના માર્ગ પરિવહનના માન.મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનતા મેયર બિનાબેન આચાર્ય.

અમદાવાદ, રાજકોટ, શાપર-વેરાવળ, ગોંડલ, જેતપુર, પોરબંદર, વિગેરે તરફ જતા આવતા વાહનોના કારણે ગોંડલ રોડ ચોકડીએ ખુબ જ ટ્રાફિકની સમસ્યા ખુબ જ રહેતી, શાપર-વેરાવળ ખાતે જી.આઈ.ડી.સી.ના કારણે રાજકોટથી જતા ઉદ્યોગ કારો, નોકરી કરતા કારીગર વર્ગો વિગેરેની જવા આવવા ગોંડલ ચોકડીએ ટ્રાફિકની સમસ્યાના કારણે ખુબ જ હેરાન થવું પડતું અને પેટ્રોલ ડીઝલનો પણ ખુબ જ વ્યય થતો, આ સમસ્યાના નિવારણ માટે નેશનલ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે આવેલ બ્રિજને લંબાવવા ધારાસભ્યો, મેયર, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ રાજ્ય સરકારે પણ આ પ્રશ્ને ઘટતું કરવા માન.કેન્દ્રીય મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલ.

જેના અનુસંધાને આ સમસ્યાના નિવારણ માટે તાજેતરમાંજ ભારત સરકાર દ્વારા ગોંડલ ચોકડી પર ૧.૨ કિ.મિ. લંબાઈનો ૬ માર્ગીય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હોવાની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ જાહેરાત કરી હતી. આ નિર્ણયથી ટ્રાફિકની સમસ્યાનો ક્રમશ: હલ થશે. આવો અગત્યનો નિર્ણય ખુબ જ ટૂંકાગાળામાં મેયર બિનાબેન આચાર્યએ માન.મંત્રીશ્રી અને રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રીને હૃદયપુર્વકના આભાર સાથે આ નિર્ણયને આવકારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.