મહાનગરપાલિકા દ્વ્રારા વોર્ડ નં.૦૮માં તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં મેયર બિનાબેન આચાર્યએ ત્રિરંગો લેહરાવી રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી.

આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડે.મ્યુનિસિપલ કમિશનર ચેતનભાઈ ગણાત્રા, સી.કે નંદાણી, ડી.જે જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, શીશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્ટેટ સમિતિના ચેરમેન પ્રીતીબેન પનારા, પ્લાનિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા, કોર્પોરેટર મીનાબેન પારેખ, શિલ્પાબેન જાવિયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, ધર્મેન્દ્રભાઈ મીરાણી, રાજકોટ શહેર મંત્રી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ નં.૦૮ના પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી. એમ. પટેલ, મહામંત્રી રમેશભાઈ ચાવડીયા, કાથડભાઈ ડાંગર, તેમજ મહિલા મોરચાના અલ્કાબેન કામદાર, નીનાબેન વજીર તા વિસ્તારના રહીશો, અગ્રણીઓ, સ્કુલના વિદ્યાર્થીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય શહેરના નગરજનો જોગ પોતાના સંદેશમાં શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વોર્ડ નં. ૦૮માં યોજાયેલ શ્રેષ્ઠ સફાઈ કામદાર હરિફાઈમાં અનુક્રમે ૧ થી ૩ નંબરે વિજેતા બનેલા ઉમેશ દિનેશભાઈ વાઘેલા, જ્યોત્સનાબેન પ્રફુલભાઈ ચૌહાણ, તુલશીભાઈ રામજીભાઈ વાણીયા વિગેરેનું મેયરશ્રી તથા પદાધિકારીઓના હસ્તે સાલ ઓઢાડી, પ્રમાણપત્ર એનાયત કરી, સન્માન કરવામાં આવેલ. તેજ રીતે આંગણવાડીના બાળકોની વિવિધ સ્પર્ધામાં સંગીત ખુરશીમાં પ્રથમ કરમિત મનીષભાઈ સિંધવ, સાદી દોડમાં વિશાળ ખુશાલભાઈ ટોટા, વિઘ્ન દોડ વૈષ્ણવ મિલનભાઈ જાની, લીંબુ ચમચીમાં પ્રથમ અમન સંતોષભાઈ વિશ્વકર્મા વિગેરેને મહાનુભાવોના હસ્તે ગેમ્સ  આપવામાં આવેલ ત્યારબાદ વોર્ડ નં.૦૮ના જુદી જુદી સ્પોર્ટસ ટીમોને જેવી કે શ્યામ ઈલેવન, ટાગોર ઈલેવન, જીસી ઈલેવન, મહાવીર પાર્ક એપાર્ટમેન્ટ એસો. અને એસ્ટ્રોન સોસા. ગ્રુપ વિગેરેને મહાનુભાવોના હસ્તે ટોકનરૂપે સ્પોર્ટસ કીટ એનાયત કરવામાં આવેલ.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે આ વિસ્તારની શાળાઓ પૈકી, કે. જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવેલ. જયારે અકબરી પ્રા. શાળા નં.૪૭ ના બાળકોએ ઉરી ગીત કંધો સે મિલતે હે કંધે, અહલ્યાબાઈ હોલકર શાળા નં.૫૭ના બાળકો દ્વારા જલવા તેરા જલવા, ઉત્કર્ષ સ્કુલના બાળકો દ્વારા એક તેરા નામ હે સચ્ચા તથા પી. વી. મોદી સ્કુલના બાળકો દ્વારા એ વતન એ વતન આબાદ રહે જેવા દેશભક્તિના ગીત પર વિવિધ નૃત્ય કૃતિ રજુ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરેલ. દેશભક્તિની કૃતિ રજુ કરનાર તમામ શાળાઓને મેયરશ્રી, ડે. મેયર, સ્ટે.ચેરમેન, શાસકપક્ષ નેતા, દંડક, વોર્ડ નં.૦૮ના કોર્પોરેટરો, સગઠનના હોદેદારો તેમજ ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા તમામ કૃતિઓને રોકડ પુરસ્કાર એનાયત કરેલ.

આ અવસરે મહાનુભાવોના હસ્તે રંગબેરંગી ફુગ્ગાઓ ગગનમાં છોડવામાં આવેલ હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ગુલાબનું ફૂલ શુભેચ્છા રૂપે ભેટ આપવામાં આવેલ. તેમજ સ્કુલના સૌ બાળકોને બિસ્કીટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.