પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો નિમિતે તમામ પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલિયા.
પ્રકાશના પર્વ દિવાળીના તહેવાર નિમિતે પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલિયા જણાવે છે કે, દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દેશના તમામ નાગરિકો અને વિદેશમાં વસતા ભારતીયો અગિયારસ થી શરૂ કરી દિવાળી સુધીના પાંચ દિવસ માટે ઘર આંગણે દીવા પ્રગટાવી, આંગણે રંગોળી કરી તથા ઘરને સુશોભિત કરી આ તહેવારની ખુબ જ આનંદ અને ઉમંગથી ઉજવણી કરે છે. ત્યારે આ દીવડાનો પ્રકાશ તમામ પ્રજાજનોના ભવિષ્યને વધુને વધુ પ્રકાશમય, ઉજાસમય બનાવે, રંગોળીના રંગો તેનું જીવન શાંતિ, સુખ, સમૃધ્ધિ, એશ્વર્ય, આરોગ્ય, સંપ, એકતા, સહકાર, પ્રગતિ વિગેરે નવરંગોથી ભરપુર બનાવે.
ભારત અને વિદેશમાં વસતા ભારતીયો જેની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. માનનીય જીવન અને આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને ઉજાગર કરતા મૂલ્યવાન અવસરો એવા દીપાવલિ તથા નુતન વર્ષ પર્વની આપ તથા આપના પરિવારજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ. નુતન વર્ષ આપના પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધી સાથે વિકાસના દ્વાર ખોલે તેમજ સોનો સાથ સોનો વિકાસ સાથે અડીખમ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ એજ નુતન વર્ષનો સંકલ્પ કરીએ, તેવી ફરી ફરી શુભકામના.