વિકાસલક્ષી પ્રશ્નો અંગે હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી સુચના અપાઈ

મહાત્મા ગાંધી સફાઈ મિશન કાર્યક્રમ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં દર મહિનાની છઠ્ઠી તારીખે સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં શહેરના પ્રમ નાગરીક મેયર બિનાબેન આચાર્ય સહિતના અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરી વિકાસલક્ષી પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. 11 6

રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાનને લઈ આજરોજ બિનાબેન આચાર્ય દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

મેયર બિનાબેન આચાર્ય દ્વારા અલગ-અલગ વિભાગની સ્વચ્છતાને લઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને સાથો સાથ દર્દીઓ સો વાતચીત પણ કરવામાં આવી હતી.

12 3

આ તકે મેયર બિનાબેન આચાર્ય, સુપ્રિન્ટેન્ડેટ ડો.મનિષભાઈ મહેતા, સિવિલ કાઉન્સેલર જયંતભાઈ ઠાકર, ડો.અંજનાબેન ત્રિવેદી સહિતના ઉપસ્તિ રહ્યાં હતા.

‘અબતક’ સોની વાતચીત દરમિયાન મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આજે મહાત્મા ગાંધી અંતર્ગત જે સ્વચ્છતા અભિયાન ચાલે છે, જેનું સફાઈ મિશન છે અને સો સો દર્દીઓને પણ કાંઈ પણ મુશ્કેલી ના પડે તેની પણ તમામ વ્યવસઓની શરૂ આત થઈ ચૂકી છે અને દરેક વિભાગમાં દર્દીઓને પોતાની સારવાર પણ સમયસર મળી રહે છે અને આ રીતે સ્વચ્છતા  સાથે દર્દીઓની સેવા પણ સારી રીતે કરવામાં આવે છે. હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠકમાં તંત્રનું કાર્ય વેગવંતુ બને અને દર્દીઓને સારી રીતે સારવાર મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

13 1

‘અબતક’ સોની વાતચીતમાં સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દર મહિને તા.૬ના રોજ પદાધિકારી અવા અધિકારીઓનો એક રાઉન્ડ સુનિશ્ચિત કરવામાં આવે છે. જેના અંતર્ગત હોસ્પિટલ ખાતે મેયર બિનાબેન આચાર્ય ઉપસ્તિ રહ્યાં હતા. તેમને હોસ્પિટલની અલગ અલગ વિભાગની મુલાકાત પણ લીધી હતી. સ્વચ્છતા બાબતે તેમણે હોસ્પિટલની કામગીરીને વખાણી છે.

સફાઈ ઝુંબેશ અંતર્ગત મેડીકલ કોલેજમાં આરોગ્ય સમીતીના ચેરમેન ઉપસ્તિ રહ્યાં

સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજમાં સફાઈ ઝુંબેશ અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. પીડીયુ સરકારી મેડિકલ કોલેજમાં સફાઈ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય સમીતીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડીન ડો.યોગેશ ગૌસ્વામી, લાયબ્રેરીયન રાજુભાઈ ત્રિવેદી અને સરધારાભાઈ સહિતનો સ્ટાફ ઉપસ્તિ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.