માનવી ત્યાં સુવિધાના અભિગમ સાથે કામ કર્યાનો સંતોષ: શહેરી વિકાસ યાત્રાને હજી વેગ આપવાનો કોલ
સ્માર્ટ સિટી રાજકોટના મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડની વરણીને એક વર્ષ પૂર્ણ કરેલ છે. જ્યાં માનવી, ત્યાં સુવિધાના અભિગમ સાથે શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, જાહેર સ્વાસ્થ્ય વિગેરે નિયમિતપણે મળે તેની સાથોસાથ ટેકનોલોજી અને સાયન્સ આધારિત અભૂતપૂર્વ પરિવર્તન સાથે કદમ મિલાવી નાગરિકોને અત્યાધુનિક સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરવા માટે પણ એટલી જ ગંભીરતાથી પ્રયત્નો કર્યા છે.
મેયરે જણાવ્યું હતું કે, મને આનંદ છે કે, મારી મેયર તરીકેની વરણી સમયે શહેરની પીવાની સમસ્યા ભુતકાળ બની ગઈ છે. જેનો પુરેપુરો યશ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફાળે જાય છે. સૌની યોજના હેઠળ આજી-01 જળાશયમાં નર્મદાના નીર પહોંચતા કરેલ. ગત વર્ષે સંતોષકારક વરસાદ નહિ થવાને લીધે, શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ થયેલ નહિ, તેમ છતાં ચાલુ વર્ષના ચોમાસા સુધી શહેરને દરરોજ પાણી વિતરણ થઇ શકે તે માટે આજી-01 ડેમમાં જરૂરત સમયે નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ન્યારી-01 ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદા મૈયાના અવતરણના ઓનલાઈન વધામણા કર્યા હતા.
મહાત્મા ગાંધી વિદ્યાલયમાં નિર્માણ પામેલ ઐતિહાસિક “મહાત્મા ગાંધી મ્યુઝીયમ” તથા રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ સેક્ધડ ફેઇઝનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે કરાયેલ. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલ છે. તેમજ પ્રધાનમંત્રીએ પણ આઈ-વે પ્રોજેક્ટની સરાહના કરી છે.
પૂ. મહાત્મા ગાંધીજીની કાયમી સ્મૃતિ જળવાય અને નવી પેઢીને જાણકારી મળી રહે તે માટે મહાત્મા ગાંધી મ્યુઝીયમમાં ગાંધીજીના જન્મ અને પરિવાર, બાળપણમાં શીખેલા પાઠ, કબા ગાંધી પરિવારનું રાજકોટમાં આગમન, આલ્ફ્રેડ હાઇસ્કુલ, કસ્તુરબાઈ સાથે લગ્ન, લંડન, મુંબઈ અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ, સત્યાગ્રહનો જન્મ, ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, રોલેટ એક્ટ, જલીયાવાલા બાગ હત્યાકાંડ, બારડોલી સત્યાગ્રહ, સાઈમન કમિશન, પૂર્ણ સ્વરાજ, દાંડીકુચ, ગોળમેજી પરીષદ, ભારત છોડો આંદોલન, સિમલા કોન્ફરન્સ, ભારત દેશની આઝાદી, અને મહાત્માને વિશ્વભરમાંથી શ્રદ્ધાંજલિ સહિતના તમામ પ્રસંગોનો સમાવેશ કરવામાં આવેલ છે.
મેયર બિનાબેન આચાર્યે ખુશી વ્યક્ત કરતા અન્ય એક મહત્વની બાબત અંગે એમ જણાવ્યું હતું કે, સ્વચ્છતાની બાબતમાં દેશમાં રાજકોટનો 9મો ક્રમ રહ્યો એ બાબત સૌ રાજકોટવાસીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે ત્યારે આગામી વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ લીગ-2020માં રાજકોટને હજુ વધુ સ્વચ્છ અને સુંદર બનાવી, પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા સૌ સહિયારો પ્રયાસ કરીએ એવી શહેરીજનોને અપિલ કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ.41.50 કરોડના ખર્ચે રૈયા જંકશન ખાતે ઓવરબ્રીજનુ લોકાર્પણ. રૂ.41.50 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં.03 પોપટપરા અને વોર્ડ નં.04 ડી-માર્ટ પાછળ 616 આવાસોનું લોકાર્પણ. રૂ.151 કરોડના ખર્ચે માસ્ટર સિસ્ટમ ઇન્ટીગ્રેશનનો શુભારંભ. રૂ.06 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી લેઈક-02 અને 03નુ ખાતમુહર્ત. રૂ.2.85 કરોડના ખર્ચે રેનબસેરાનુ લોકાર્પણ. અમૃતમ યોજના હેઠળ રૂ.29.50 કરોડના ખર્ચે ડ્રેનેજ, ડી.આઈ.પાઈપલાઈન તથા ગાર્ડન ડેવલપમેન્ટનુ ખાતમુહર્ત. રૂ.15.20 કરોડના ખર્ચે આજી-રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સીવરેજ લાઈનનું ખાતમુહૂર્ત. આ ઉપરાંત, શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, પીવાનું પાણી, ગાર્ડન, આરોગ્ય, ફાયરબ્રિગેડ સહિતની જુદી જુદી સુવિધાઓ માટે કરોડો રૂપિયાના ખર્ચના કામો કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકાર, રાજય સરકાર, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ, પ્રેસ મિડીયા, શહેરની સામાજીક સંસ્થાઓ તથા સૌ શહેરીજનોના સહયોગથી સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે શહેરની વિકાસ યાત્રા આગળ વધી રહેલ છે.
વિકાસનો ‘ઉદય’: ચેરમેને એક વર્ષમાં મંજૂર કર્યા રૂા.838 કરોડના વિકાસ કામો
સ્માર્ટ સિટી રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડની વરણીને એક વર્ષ પૂર્ણ કરેલ છે. “જ્યાં માનવી, ત્યાં સુવિધા” અભિગમ સાથે શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, જાહેર સ્વાસ્થ્ય સહિતની સેવાઓ નિયમિતપણે મળે તે માટે એટલી જ ગંભીરતાથી પ્રયત્નો કર્યા છે.
ઉદય કાનગડે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની પોતાની વરણી થયાના થોડા જ સમયમાં વિગતો જાણી કે, શહેરીજનો તરફથી રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટર(ફોન નં.2450077)માં પોતાના વિસ્તારને લગત-દબાણો હટાવવા, સફાઈ કરાવવા, ગંદકી હટાવવા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ, પેચ વર્ક, રખડતા ઢોર પકડવા, ગેરકાયદે બાંધકામો વિ. સહિતની જુદી જુદી ફરિયાદો કરવામાં આવતી હોય છે. જે ફરિયાદોનો નિકાલ કરવામાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા સમય વ્યતીત થતો હતો. જેથી આ પ્રકારની ફરિયાદો પરત્વે, અંગત લક્ષ આપી, પૂરતું મોનિટરિંગ કરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓની મીટીંગ બોલાવી, શહેરીજનો દ્વારા કોલ સેન્ટરમાં નોંધાવવામાં આવતી ફરિયાદોને પ્રાથમિકતા આપી, આ ફરિયાદોનો સત્વરે નિકાલ કર્યા બદલ ઉપરી અધિકારીઓને તે અંગેની જાણ કરવા સુચના આપેલ. જેનો રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. પરિણામ સ્વરૂપે કોલ સેન્ટરમાં પેન્ડીંગ ફરિયાદોનું પ્રમાણ ઘણું ઘટવા પામ્યું છે. ડ્રેનેજ સ્ટોર્મ વોટર લાઈન, ડ્રેનેજ હાઉસ કનેક્શન ચેમ્બર, બોક્સ ગટર, કોમ્યુનિટી હોલ, સફાઈ કામગીરી, હોકર્સ ઝોન, ટી.પી. રોડ ડેવલપ, વ્રુક્ષારોપણ, વોકળા ઉપર સી.સી. કામ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણીના પમ્પિંગ સ્ટેશન, સુએજ પાઈપલાઈન, રીટેઈનીંગ વોલ, નવી વોર્ડ ઓફીસ, ફૂટપાથ, યુટીઆઈ ડક્ટ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બોક્સ કલ્વર્ટ, સ્લેબ કલ્વર્ટ, વોટરવર્કસ કામ, રેલ્વે અન્ડરબ્રિજ, રોશની વિભાગ, પેવિંગ બ્લોક, રોડ ડીવાઈડર, કમ્પાઉન્ડ વોલ, રસ્તા કામ/પેવર, સુએજ પમ્પિંગ સ્ટેશન, સી.સી. રોડ, ભૂગર્ભ ગટર, મેશનરી કામ, મેટલીંગ કામ, ડી.આઈ. પાઇપલાઇન, સ્વિમિંગપુલ, આજી નદી, આવાસ યોજના, સાયકલ ટ્રેક અને ફૂટપાથ, લાયબ્રેરી અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ સહિત કુલ રૂા.8,38,17,71,141/-ના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.