ચોમાસુ સત્રના બીજા દિવસે ઉપસભાપતિએ માયાવતીની વાત કાપતા થયો હતો ઉહાપોહ

સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે બીએસપી સુપ્રીમો માયાવતી રાજયસભામાં સરાહનપુર હિંસાના મુદ્દે પોતાની વાત રજૂ કરી રહ્યાં હતા. તેવામાં ઉપસભાપતિએ જયારે માયાવતીને પોતાની વાત જલ્દી પૂરી કરવા કહેતા તેઓ લાલઘુમ થઈ ગયા હતા અને રાજયસભામાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. માયાવતીએ આરોપ મુકયો હતો કે, તેઓને સંસદમાં બોલવા દેવામાં નથી આવતા. આટલું કહીં તેઓ સંસદમાંથી ચાલ્યા ગયા હતા. માયાવતીએ કહ્યું હતું કે, તેઓને માત્ર ૩ મીનીટનો સમય આપવામાં આવે છે. આખરે હિંસાના મહત્વપૂર્ણ મુદ્દા ઉપર વાત સાંભળવામાં ન આવે તે ધિક્કારજનક છે.

રાજયસભામાંથી નારાજ થઈને ચાલ્યા ગયેલા માયાવતીએ રાજયસભા ચેરમેનને રાજીનામાની દરખાસ્ત મોકલી હતી. જો કે એવી શંકા વ્યકત કરવામાં આવી હતી કે, આ રાજીનામાનો સ્વીકાર કરવામાં નહીં આવે પણ આજે માયાવતીનું રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું છે. ચેરમેનના આ નિર્ણયથી રાજકીય ક્ષેત્રમાં ભારે ગરમાવો છવાયો છે અને ચોમાસુ સત્રની આગામી કામગીરીમાં વધુ ઉહાપોહ થાય તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.