શિખર ધવન સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્ર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો
ભારતીય ઓપનર શિખર ધવન વેસ્ટ ઇન્ડિઝ સામે ૧૫ ડિસેમ્બરથી શરૂ થનારી ૩ વન-ડેની સીરીઝમાંથી બહાર થઈ શકે છે. વરિષ્ઠ બેટસમેન શિખર ધવનને ઘુંટણની ઈજામાંથી બહાર નિકળવામાં નિષ્ફળતા મળ્યા બાદ એનડીઆઈનો ટેસ્ટ ઓપનર મયંક અગ્રવાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ૩ મેચની વન-ડે સીરીઝમાં શિખર ધવનની જગ્યા લ્યે તેવી સંભાવના છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૫મી ડિસેમ્બરે ચેન્નઈ ખાતે, ૧૮મી ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે અને ૨૨મી ડિસેમ્બર કટકમાં એમ ત્રણ વન-ડે મેચ રમશે.
શિખર ધવન સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મહારાષ્ટ્રા સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ૩ મેચની ટી-૨૦માં તે ભાગ લઈ શકયો ન હતો. વન-ડે સીરીઝ પહેલા ધવનની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. ટી-૨૦ સીરીઝમાં તેના સ્થાને વિકેટ કિપર બેટસમેન સંજુ સેમસનનો સ્કોડમાં સમાવેશ થયો હતો જોકે સંજુ સેમસનને પ્રથમ બે ટી-૨૦માં તક મળી ન હતી. સેમસન સિવાય શુભમન ગીલ અને મયંક અગ્રવાલનાં નામ પર પણ વિચારણા ચાલી રહી છે. આગામી ૧૫મી ડિસેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણીમાં ઈજાગ્રસ્ત શિખર ધવનની સામે મયંક અગ્રવાલને જગ્યા મળે તેવી શકયતા સેવાઈ રહી છે.
પસંદગી સમિતિએ ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ શિખર ધવનનાં સ્થાને મયંક અગ્રવાલનાં નામની ભલામણ કરી છે તેમ બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ટીમ મેનેજમેન્ટને મયંકને તેનાં શાનદાર ટેસ્ટ પ્રદર્શનનું વન-ડે મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરે તે માટે ઉત્સુક છે અને શિખર ધવન ઈજાગ્રસ્ત હોય બીસીસીઆઈએ ટી-૨૦ સીરીઝ પહેલા કહ્યું હતું કે, ધવન હજુ ઈજામાંથી સ્પષ્ટ થયો નથી અને વન-ડેમાંથી પણ બહાર થઈ શકે છે. ધવનને ૧૦૦ ટકા ફીટ થવા માટે હજુ વધુ સમય જોશે.
૨૮ વર્ષીય મયંક અગ્રવાલે ૯ ટેસ્ટ મેચમાં ૬૭થી વધુની સરેરાશથી ૩ સદી અને ૩ અડધી સદીની મદદથી ૮૭૨ ફટકાર્યા છે. ટીમ મેનેજમેન્ટે પૃથ્વી શો, શુભમન ગીલ અને મયંક અગ્રવાલ એમ ત્રણ બેટસમેનોની પસંદગી કરી હતી પરંતુ ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે, મયંક સુચિમાં અગ્રસ્થાન ધરાવે છે અને તેની સ્ટ્રાઈક રેટ પણ ધરાવે છે.