સોશ્યલ મિડિયામાં બાળકીના પરિવાર અંગેની નબળી સ્થિતિ જોઇ તુરંત આર્થિક મદદ પહોચાડી
પોલીસના પ્રજાલક્ષી સૂત્ર ‘મે આઇ હેલ્પ યું’નું ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મોનહરસિંહ જાડેજાએ વધુ એક વખત સાર્થક કરી બતાવ્યું છે. નાંદોદના વાઘેથા ગામની અધકસ્માતમાં ઘવાયેલી બાળકીના પરિવારની આર્થિક સ્થિતિ કફોડી હોવા અંગેના સોશ્યલ મિડિયાના વાયરલ થયેલા મેસેજ જોઇ એસ.પી. મનોહરસિંહ જાડેજા ગદગદીત થઇ ગયા હતા. અને તેના પરિવારને આર્થિક મદદ કરી વધુ એક વખત માનવતાવાદી અભિગમ દાખવ્યો છે.
ગીર-સોમનાથ જીલ્લાના પોલીસ વડા સખ્ત પગલાંની સાથે માનવ કરૂણા અભિગમ પણ ધરાવે છે.
જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ભૂતકાળમાં નર્મદા જીલ્લામાં ફરજ બજાવી ચૂકયા છે તેમણે ફેસબુક ઉપર એક પોસ્ટ વાંચી તેમનું હ્રદય કરુણાથી દ્રવી ઉઠયું હતું.
વિગત એમ છે કે તા. 5-1-23 ના દિવસે શાળાએથી ઘેર આવતી વેળાએ નાંદોદ તાલુકાના વાઘેથા ગામની મલ્લિકા રાજેશ વસાવાનો રાજપીપળા એસ.ટી. ડેપો ખાતે અકસ્માત થયો હતો.
આર્થિક રીતે બાળકીના પરિવારની સ્થિતિ ખરાબ હતી. આ બાબતની જાણ થતાં ગામ કુવા ગામના અતુલ વસાવા બાળકીના પરિવારને આર્થિક મદદ કરી, અન્ય લોકો પણ મદદ કરે એ બાબતની ફેસબુક પોસ્ટ મુકી હતી.
જે જીલ્લા પોલીસ વડા ગીર સોમનાથે વાંચીને અતુલ વસાવાને ફોન કર્યો. ઇજાગ્રસ્ત ગરીબ બાળકી વિશે માહીતી મેળવીને તુરંત જ ર0 હજાર રૂપિયા બાળકીને આર્થિક મદદ માટે મોકલી આપ્યા હતા.
ઘાયળ બાકીના પિતા રાજેશ વસાવાએ જણાવ્યું કે, રાજપીપળા એસ.ટી. ડેપો ઉપર બસ કંડકટરે બસ ઝડપથી વળાંક મારતા બસનું ટાયર મલ્લિકાના પગ ઉપર ચઢી જતાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બાળકીને ઓરપેશન કરી પગમાં સળીયા નાખવામાં આવ્યા છે.
આમ ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ તેમના જીલ્લાનો વિસ્તાર ન હોવા છતાં માનવીય કરુણતા દાખવી ગુજરાત પોલીસનું ‘મે આઇ હેલ્પ યુ’ સુત્ર સાર્થક કર્યુ છે.