Screenshot 1 9સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કચ્છ જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તાર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાય ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે વહેલી સવારે વરસાદી ઝાપટા ઝાપટા પડતા ખેડૂતો પણ ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે. વાતાવરણમાં આવેલો પલટો અને કમોસમી વરસાદના કારણે ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. માવઠાના કારણે રવિ પાક, ઘઉં, ચણા, જીરુ સહિતના પાકોને નુક્સાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા રવિ પાકને નુકશાન થવાની ભીતિ

રાજ્યમાં નવસારી સહિતના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતમાં હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે. ગઈકાલે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ બાદ આગામી 24 કલાકમાં રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગો, જેવા કે કચ્છ અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે,આજે કંડલામાં 16.6 ડિગ્રી, ડીસામાં 13.8ડિગ્રી, ભુજ 15.4 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.0 ડિગ્રી, ગાંધીનગરમાં 15.6 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, અમદાવાદમાં 16.5 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી, પોરબંદ. 15.0 ડિગ્રી અને ભાવનગર 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.