સુરેન્દ્રનગર અને અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી આજથી ચૈત્રી દનૈયા, પાંચ દિવસ વરસાદની આગાહી
રાજયભરમાં ગરમીનો પારો ઉંચકાયો છે જેને પગલે હવે માવઠું મટીને પ્રિ મોન્સુન એક્ટિવીટી શરૂ થઇ છે.ઉનાળો હવે અસલી મિજાજ દેખાડી રહ્યો છે. આજથી ચૈત્રી દનૈયા શરુ થઇ રહ્યા છે. તે પૂર્વ ગઇકાલે રાજયના છ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઇ ગયો છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરનું તાપમાન 41 ડિગ્રીએ આંબી ગયું છે. દરમિયાન આજથી પાંચ દિવસ ફરી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉતર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે મે માસમાં હિટવેવ હાહાકાર મચાવશે.માવઠાની મૌકાણ આ વર્ષે કેડો મૂકતી નથી દર સપ્તાહે વાતાવરણમાં પલટો આપી રહ્યો છે.
જેના કારણે ઉનાળામાં ગરમી પડવાના બદલે વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાનમાં સાયકલોનિક સરકયુલેશન સર્જાયું છે. જેના કારણે આજથી પાંચ દિવસ રાજયમાં ફરી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે અને આવતીકાલે થંડરસ્ટોમે એકટવીટી સાથે વરસાદ પડશે આજે અને આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ જોવા મળશે.
દરમિયાન આગામી ગુરુવારથી સતત ત્રણ દિવસ સુધી અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ અને નવસારીમાં માવઠું પડશે કમોસમી વરસાદની સાથો સાથ ગરમીનું જોર પણ વધશે આજથી એક સપ્તાહ ચૈત્રી દનૈયા છે.
ભડલી વાકય મુજબ ચૈત્રી દનૈયા જેટલા તપે તેટલું ચોમાસુ સારુ રહેશે. ચૈત્ર વદ પાંચમથી ચૈત્રવદ વારસ સુધીના દિવસોને ચૈત્રી દનૈયા ગણવામાં આવતા હોય છે.
આ આઠ દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચકાતો હોય છે. ચૈત્રી દનૈયાના આરંભી સાથે જ કમોસમી વરીાદની આગાહી આપવામાં આવી છે.
એક તરફ ખાનગી હવામાન અજન્સી દ્વારા આ વર્ષ ચોમાસુ સામાન્ય થી ઓછું રહે તેવી આગાહી આપવામાં આવી છે. ત્યારે ચૈત્રી દનૈયામાં પણ વાતાવરણ બગડશે તેવી આગાહીથી થોડી ચિંતા વધી છે. જો કે રાજયના અમુક જીલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ જયાં માવઠાની સંભાવના નથી ત્યાં ગરમીનું જોર રહેશે.ચૈત્ર માસના બીજા પખવાડાયામાં સુર્ય નારાયણે આકાશમાંથી આગ ઓકવાનું શરુ કર્યુ છે.
રાજયના છ શહેરોમાં સોમવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રીએ આંબી ગયો હતો. આ ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 40.5 ડિગી, વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી, સુરતનું તાપમાન 40 ડિગ્રી અને અમરેલીનું તાપમાન 40.4 ડિગ્રી સેલ્સીયસ નોંધાયુઁ હતું.
આ ઉપરાંત ડિસાનું તાપમાન 39 ડિગ્રી, ભુજનું તાપમાન 38 ડિગ્ર, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 37.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 39 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 33.4 ડિગ્રી, રાજકોટનું તાપામાન 39.7 ડિગ્રી, દિવનું તાપમાન 32.6 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41 ડિગ્રી, મહુવાનું તાપમાન 38.8 ડિગ્રી, અને કેશોદનું તાપમાન 38.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં રાજયમાં ગરમીનું જોશ વધશે.